ભાજપના સાંસદે પોતાની બુદ્ધીનો પ્રદશન કરતા દુષ્કર્મને રોકવા માર્ગ બતાવ્યો

- Advertisement -
Share

યૂપીના બલિયાથી ભાજપ સાંસદ સુરેન્દ્ર સિંહે હાથરસ ગેંગરેપની ઘટનાના સવાલનો જવાબ આપતાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હું સાંસદની સાથે એક શિક્ષક છું. આવી ઘટનાઓ સંસ્કારથી રોકી શકાશે. તે શાસન અને તલવારથી નહીં રોકી શકાય. દરેક પરિવારે જવાન દીકરીને સંસ્કારી બનાવવાની જરૂર છે.

સાંસદ સુરેન્દ્ર સિંહે કહ્યું છે કે દરેક માતાપિતાનો ધર્મ છે કે તેઓ પોતાની જવાન અને યુવાન દીકરીઓને એક સંસ્કારી વાતાવરણમાં રહેવા, ચાલવા અને વ્યવહાર કરવા એક શાલીનતા શીખવે. તેમને આ બાબતો શીખવવી એ તેમનો ધર્મ છે. સરકારનો પણ ધર્મ છે પણ પરિવારનો ધર્મ વિશેષ છે.

 


ભાજપ સાંસદનું કહેવું છે કે જ્યાં સરકારનો ધર્મ રક્ષા કરવાનો છે ત્યાં પરિવારનો પણ ધર્મ છે કે તેઓ પોતાના બાળકોમાં સંસ્કારનું સિંચન કરે. સરકાર અને સંસ્કાર મળીને ભારતને સુંદર રૂપ આપી શકે છે. આ સિવાય તો અન્ય વિદ્યા સામે આવશે નહીં.

તેઓએ કહ્યું કે બાળકોને સંસ્કાર આપવા એક અધ્યાપક અને પરિવાર નક્કી કરે છે. એકમેકના સન્માન કરવાના સંસ્કાર, સુરક્ષા, નિયમિત જીવન જીવવું છે. આ તીજોને સંસ્કાર કહીએ તો એમાં ખોટું શું છે. સંસ્કાર એક શિક્ષા છે અને તે યુવતીઓ નહીં દરેક માટે જરૂરી છે. તે આપવા એ દરેક માતા પિતાની નૈતિક ફરજ છે. તે દીકરા અને દીકરી બંનેને મળવા જોઈએ.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!