બનાસકાંઠા જિલ્લાનો કોરોના રિકવરી રેટ ૭૮.૮૨ ટકા, જિલ્લામાં હવે માત્ર ૧૪ દર્દીઓ સારવાર હેઠળ

- Advertisement -
Share

બનાસ મેડીકલ કોલેજ સંચાલિત પાલનપુર સીવીલ હોસ્પીટલના ર્ડાકટરો, નર્સો અને મેડીકલ તથા પેરામેડીકલ સ્ટાફની રાત-દિવસની અથાગ મહેનતે રંગ લાવ્યો છે. બનાસકાંઠા જિલ્લાનો કોરોના પોઝીટીવ દર્દીઓનો રિકવરી રેટ ૭૮.૮૨ ટકા છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાને પરાસ્ત કરનાર વધુ ૧૩ વ્યક્તિઓને આજે પાલનપુર સીવીલમાંથી રજા આપવામાં આવી હતી. આજ સુધી કોરોના પોઝીટીવ કુલ-૬૭ દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પીટલમાંથી ઘેર જવાની રજા અપાઇ છે. જિલ્લામાં કુલ-૮૫ લોકો કોરોના સંક્રમિત થયા છે જેમાંથી કુલ-૬૭ દર્દીઓ સાજા થતાં તેમને ઘેર જવાની રજા આપી દેવામાં આવી છે. જિલ્લામાં હવે માત્ર ૧૪ કોરોના પોઝીટીવ દર્દીઓ સારવાર હેઠળ છે. બનાસ મેડીકલ કોલેજ સંચાલિત પાલનપુર સીવીલ હોસ્પીટલમાં ૬ અને ડીસા ગાંધીલિંકન ભણશાળી કોવિડ હોસ્પીટલમાં ૭ તથા ૧- ધારપુર મેડીકલ કોલેજ ખાતે એમ કુલ-૧૪ કોરોના પોઝીટીવ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી ૧ દર્દીની સ્થિતિ ક્રિટીકલ છે જયારે ૧૩ દર્દીઓની સ્થિતિ સારી છે તેમ આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.

અત્રે ઉલ્લેનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી ૧૪૫૭ અને ૫ રાજસ્થાનના એમ કુલ-૧૪૬૨ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જેમાંથી ૧૧૭૬ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. જયારે ૮૫ સેમ્પલના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જેમાંથી સાજા થયેલા ૬૭ વ્યક્તિઓને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી ૪ દર્દીઓના મોત થયા છે. અને ૧૯૯ સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!