ડીસામાં સ્વીફ્ટ કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં એક યુવક ઘાયલ

- Advertisement -
Share

ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા : બુલેટ સવારને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

 

ડીસાના રેલ્વે સ્ટેશન ચાર રસ્તા નજીક આવેલ ગણેશ કૃપા સોસાયટી પાસે સોમવારે સ્વીફ્ટ કાર અને બુલેટ બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
જેમાં બુલેટ સવારને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવમાં સતત ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.

 

ખાસ કરીને ડીસાના નેશનલ હાઇવે પર વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાઇ રહ્યા છે. જેમાં અત્યાર સુધી સૌથી વધુ અકસ્માતનો ભોગ બાઇક સવારો બન્યા છે.

 

વારંવાર સર્જાતા અકસ્માતમાં અત્યાર સુધી અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. ત્યારે ડીસા તાલુકામાં છેલ્લા એક સપ્તાહમાં અનેક બાઇક સવારોને અકસ્માત નડયો છે.

 

જેમાં ક્યાંક આવા અકસ્માતોમાં બાઇક સવારો ઇજાગ્રસ્ત થયા છે તો ક્યાંક મોતને પણ ભેટ્યા છે. ત્યારે વારંવાર સર્જાતા અકસ્માતોને લઇ હવે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.

 

ત્યારે સોમવારે વધુ એક અકસ્માત ડીસાના રેલ્વે સ્ટેશન ચાર રસ્તા નજીક આવેલ ગણેશ કૃપા સોસાયટી પાસે બન્યો હતો.

 

જેમાં ગણેશ કૃપા સોસાયટીની સામે વળાંકમાં બુલેટ સવાર પોતાનું બાઇક વાળવા જતાં રાજ મંદિર સામેથી આવી રહેલ સ્વીફ્ટ કાર નં. GJ-08-AE-5042 ના ચાલકે બુલેટ સવારને અડફેટે લીધો હતો.

 

જ્યાં બુલેટ સવાર બાજુમાં રોડની સાઇડમાં પટકાતાં તેના માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. જ્યારે સ્વીફ્ટ કારના ચાલક થાંભલા સાથે અથડાતાં સ્વીફ્ટ કારના કુરચે-કુરચા ઉડી ગયા હતા.

 

અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત બુલેટ સવારને તાત્કાલીક સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

 

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!