થરામાં વિદ્યાર્થીઓને નમો ઇ ટેબલેટ ન મળતા એન.એસ.યુ.આઈએ નોંધાવ્યો વિરોધ

- Advertisement -
Share

કાંકરેજના થરા ખાતે વિદ્યાર્થીઓને નમો ઇ ટેબલેટ ન મળવાના કારણે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ વિદ્યાર્થીઓને નમો ઇ ટેબલેટ ન મળવાથી એન.એસ.યુ.આઈના કાર્યકર્તા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને કોલેજના પ્રિન્સિપાલને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ધોરણે ટેબલેટ ફાળવવા રજૂઆત કરાઇ હતી.
બનાસકાંઠા જિલ્લામાં 2019-20 કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા નમો ઇ ટેબલેટ હજાર ભરીને આપવાની જાહેરાત કરી હતી જ્યારે વિદ્યાર્થીઓ દ્વારા મોટી સંખ્યામાં 1000 રૂપિયા ભર્યા હતા. પરંતુ વિદ્યાર્થીઓને નમો ઇ ટેબલેટ યોજના અંતર્ગત સરકાર દ્વારા ટેબલેટ ફાળવવામાં આવતા બનાસકાંઠા જિલ્લામાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે કે કોલેજના પ્રથમ વર્ષ પ્રવેશ મેળવ્યો ત્યારે સરકાર દ્વારા બહાર પાડેલી નમો ઇ ટેબલેટ યોજનામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ 1000 રૂપિયા ટેબલેટ મેળવવા માટે ફર્યા હતા પરંતુ વિદ્યાર્થીઓનું ત્રણ વર્ષનું અભ્યાસ ક્રમ પૂર્ણ થવા છતાં પણ સરકાર દ્વારા બહાર પાડેલી નમો ઇ ટેબલેટ યોજના અંતર્ગત ટેબલેટ ન ફાળવાતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
તેમજ હર હમેશા વિદ્યાર્થીના મુદ્દે લડતું આવ્યું એવું ત્યારે આજે ફરી સમગ્ર બનાસકાંઠાના જિલ્લામાં મોટી સંખ્યામાં નમો ઇ ટેબલેટ યોજના અંતર્ગતના ટેબલેટ વિદ્યાર્થીઓને ન ફાળવાતા એન.એસ.યુ.આઈ વિદ્યાર્થીઓનાં સમર્થનમાં આગળ આવ્યું છે. આજે કાંકરેજના થરા ખાતે આજે વિદ્યાર્થીઓને નમો ઇ ટેબલેટ મળી રહે જેથી આજે એન.એસ.યુ.આઈ દ્વારા સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. આજે એન.એસ.યુ.આઈ દ્વારા કોલેજના પ્રિન્સિપાલને આવેદપત્ર આપી તાત્કાલિક વિદ્યાર્થીઓને ટેબલેટ ફાળવવામાં આવે તેવી માંગ કરાઇ હતી.

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!