જુનાડીસા ગ્રામ પંચાયતના તમામ રેકર્ડને ડીઝીટલ પોર્ટલમાં સચવાશે

- Advertisement -
Share

21મી સદીમાં આખી દુનિયા આંગળીના ટેરવે ચાલી રહી છે ત્યારે ડીસા તાલુકાના જુનાડીસા ગ્રામ પંચાયત પણ ડીઝીટલ બનવા જઇ રહી છે. તલાટી દ્વારા તમામ રેકર્ડને ડીઝીટલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

[google_ad]

ડીસા તાલુકાના જુનાડીસા ગામના તલાટી કમ મંત્રી દ્વારા ગામના લોકોને અગવડતા ન પડે તે માટે કામગીરી કરી રહ્યા છે. ગામમાં સફાઈ, રોડ રસ્તા રીપેરીંગ, પાણીની સમસ્યા, વૃક્ષારોપણ, નવીન આકારણી, પંચાયતની અંદર સી.સી.ટી.વી. કેમેરા, તલાટીનો ટુર પ્રોગ્રામ તેમજ મોમેન્ટ રજીસ્ટર લોકોની જાણ માટે લગાવવામાં આવેલા છે.

 

 

પંચાયતની અંદર તમામ રેકોર્ડ કોમ્પ્યુટરરાઈઝ કરવાની કામગીરી ચાલુ છે. આ બધી કામગીરી નવી નિમણૂક પામેલ તલાટી કમ મંત્રી સુરેશભાઈ મિસ્ત્રી દ્વારા કરવામાં આવી રહી છે. સરપંચ બબાભાઈ ખટાણા અને ડેપ્યુટી સરપંચ ફારૂકભાઇ દાણી સહિત સદસ્યો અને ગ્રામજનો સાથ સહકાર આપીને ગામને ડિજિટલ કામગીરી તરફ આગળ વધારી રહ્યા છે. આ કામગીરીમાં તલાટી કમ મંત્રી પોતાનો સમય કરતાં પણ વધારે સમય આપીને કામગીરી કરી રહ્યા છે.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!