ડીસામાં આઉટ સોર્સિંગના કર્મચારીઓએ વેતન વધારવા નાયબ કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

આઉટ સોર્સિંગ નાબૂદી અને કર્મચારી કરાર આધારીત કરી વેતન વધારવાની માંગ કરાઇ

 

ડીસામાં આઉટ સોર્સિંગ પર સરકારી કચેરીમાં ફરજ બજાવી રહેલા કર્મચારીઓએ બુધવારે ડીસાના નાયબ કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર પાઠવી વેતન વધારવાની માંગ કરી છે.

જેમાં આઉટ સોર્સિંગ પર ફરજ બજાવી રહેલા કર્મચારીઓએ આવેદનપત્રમાં જણાવ્યુ હતું કે, ‘સરકાર દ્વારા આઉટ સોર્સિંગ પર ફરજ બજાવી રહેલા કર્મચારીઓને રૂ. 11,000 થી રૂ. 15,000 સુધીનો પગાર ચૂકવવામાં આવે છે.

 

પરંતુ તેમ છતાં કર્મચારીઓને માત્ર રૂ. 7,500 ચૂકવવામાં આવે છે. જે લઘુતમ વેતન દર કરતાં પણ ઓછું છે. જેને પગલે બુધવારે આઉટ સોર્સિંગ પર ફરજ બજાવી રહેલા કર્મચારીઓએ એકત્રિત થઇને ડીસા નાયબ કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!