ડીસામાં યુવતીના ભાઇને યુવકના પરિવારજનોએ ઢોર માર મારતાં સારવાર દરમિયાન મોત

- Advertisement -
Share

યુવકનું અમદાવાદ સારવાર દરમિયાન મોત થતાં ડીસા ઉત્તર પોલીસ મથકે હંગામો મચાવ્યો : હત્યારા સામે કડક પગલાં લેવાની માંગ કરી

 

ડીસામાં આવેલા નહેરૂનગર ટેકરા વિસ્તારમાં એક યુવક યુવતીને ભગાડી ગયા બાદ યુવતીનો ભાઇ યુવકના ઘરે ઠપકો આપવા જતાં યુવકના પરિવારજનોએ યુવતીના ભાઇને ઢોર માર મારતાં યુવતીનો ભાઇ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

ઇજાગ્રસ્ત યુવકને ડીસા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયો હતો.
જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતાં મૃતક યુવકના પરિવારજનોએ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન પર ધસી આવ્યા હતા અને હત્યારા સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના નહેરૂનગર ટેકરા વિસ્તારમાં રહેતો વિશાલ ઠાકોર 2 દિવસ પહેલાં તેમના જ વિસ્તારમાં રહેતી ઠાકોર યુવતીને ભગાડી ગયો હતો.

 

આ ઘટના બનતાં યુવતીનો ભાઇ જગદીશ ઠાકોર યુવકના પરિવારજનોને ઠપકો આપવા ગયો હતો. તે દરમિયાન યુવકના ભાઇ રાજેશ ઠાકોર, કિશન ઠાકોર અને કનુ ઠાકોરે યુવતીના ભાઇ પર હુમલો કરીને ગડદા પાટુનો માર માર્યો હતો.

જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવતીના ભાઇને ડીસા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

 

જ્યાં સારવાર દરમિયાન યુવતીના ભાઇનું મોત નિપજતાં મૃતકના પરિવારજનોએ ડીસા ઉત્તર પોલીસ મથકમાં ધસી આવ્યા હતા.
અને આ ઘટનામાં પોલીસ દ્વારા આ મામલાને દબાવવામાં આવ્યો હોવાના આક્ષેપો કર્યાં હતા અને આ ઘટનામાં પોલીસ દ્વારા તાત્કાલીક હત્યાનો ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરવાની માંગ કરી છે.

 

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!