ડીસાના બનાસનદી બ્રીજ પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત

- Advertisement -
Share

ડીસાના બનાસ નદી બ્રિજ પર આજ વહેલી સવારે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકને ગંભીર ઇજા થતાં સારવાર માટે ડીસા સિવિલ ખાતે ખસેડાયા હતો. પરંતુ બનાસ નદી બ્રિજ પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

બનાસકાંઠા જિલ્લાનાને જોડતો ઇસ્ટ વેસ્ટ ગોલ્ડન કોરિડોર બનાસ નદીનો બ્રિજ 70 વર્ષ જૂનો બ્રિજ હોવાથી તેમાં ડેમેજ થતા બ્રિજનું સમારકામ કરવાથી 70 વર્ષ જૂનો બ્રિજ બધ કરવામાં આવ્યો છે. એક બ્રિજ પર બંને બ્રિજના વાહન વ્યવહાર એક બ્રિજ પર ડાયવટ કરવામાં આવ્યા છે જેથી ભારે ટ્રાફીક જામ સર્જાય છે.

તેમજ વધતા જતા વાહનોના ટ્રાફિક જામના દ્ર્શ્યો સર્જાતા વહીવટી તંત્ર તેમજ સ્થાનિક ધારસભ્યના શશીકાંત પંડ્યા દ્વારા બનાસ નદીમાં રોડ બનાવામાં આવ્યો જેથી ટ્રાફિકની સમસ્યા હળવી થાય પરંતુ આજે ડીસા બનાસ નદી બ્રિજ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકને ગંભીર ઇજા થવા પામી હતી.

બાઈક ચાલકને સારવાર માટે ડીસા સિવિલ ખાતે સારવાર માટે ખસેડાયા હતો. અકસ્માત સર્જાતા બનાસ નદી બ્રિજ પર તેમજ બનાસ નદીમાં બનાવેલ રોડ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતો. વહેલી સવારથી જ બનાસ નદી બ્રિજ પર તેમજ બનાસ નદી અંદર બનાવેલ રોડ પર પાંચ કિલોમીટર જેટલો લાંબા ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા.

આ ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો તેમજ 108 એમ્બ્યુલન્સ પણ આ ટ્રાફિક જામમાં ફસાઈ હતી. ભારે ટ્રાફિક જામમાં વાહનચાલકો બે કલાક સુધી ટ્રાફિકમાં ફસાયા હતા. જેથી વાહન ચાલકોએ ક્રમમાં કરી હતી. તે તાત્કાલિક ધોરણે બંધ પડેલો 70 વર્ષ જૂનો તાત્કાલિક ચાલુ કરવામાં આવે જેથી દરરોજ સર્જાતી ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળી શકે તેમ છે.

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!