બનાસકાંઠાનું એક એવું ગામ જેમાં હજી સુધી એક પણ કોરોનાનો કેસ નહિ : કોરોનાની નો એન્ટ્રી

- Advertisement -
Share

કાંકરેજ તાલુકાના રતનગઢ ગામમાં આજદિન સુધી કોરોનાની એન્ટ્રી થઈ નથી. ગામના લોકો દ્વારા કોરોના ગાઇડલાઇનું ચુસ્ત પાલન કરવામાં આવે છે એટલે જ કોરોના આવ્યાને એક વર્ષ ઉપર થયું છતાં રતનગઢમાં કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. 1200ની વસ્તી ધરાવતા રતનગઢ ગામના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. ગામમાં આજદિન સુધી એક પણ કોરોના કેસ નોંધાયો નથી.

 

 

 

કરીયાણું ખરીદવા કે અનાજ દળાવવા કે દુઘ ભરાવા માટે કે સહકારી મંડળી ઉપર ખાતર ખરીદવા કે કપડાં ખરીદી કે હેર સુલન ઉપર જાય છે ત્યારે સરકારે જાહેર કરેલા નિયમોનું પોતાની રીતે પાલન કરે છે એના માટે કોઇ ફરજ પાડવામાં આવતી નથી. આ ગામ લોકોએ એક સંકલ્પ કર્યો છે કે અમારું ગામ કાયમ કોરોના વાયરસ મુક્ત રહે એટલે અગત્યના કામ વગર લોકો ઘરની બહાર નિકળતા પણ નથી.

 

 

 

 

ગામના ગોવિંદભાઈ ચૌધરીએ જણાવ્યું કે ગામલોકો સ્વયંભૂ એકબીજા વચ્ચે અંતર રાખે છે. વારંવાર હાથ ધોવા એ તો હવે ટેવ પડી ગઇ છે. લોકોએ રસી મુકાવી દીધી છે.

દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સવારે અને સાંજે દૂધ મંડળી ઉપર દુધ ભરાવવા આવે ત્યારે ફરજીયાત માસ્ક પહેરીને રાઉન્ડમાં ઉભા રહી પોતાનો નંબર આવે એટલે દૂધ ભરાવે છે. ગઇ વખતે લોકડાઉન દરમિયાન 150 કરતા વધુ લોકો અમદાવાદ સુરત કચ્છથી વતનમાં આવ્યા હતા પણ કોરોના સંક્રમણ ફેલાયું જ નથી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!