દાંતીવાડાના ભાંડોત્રા નજીકથી બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી : કાર ચાલક ફરાર

- Advertisement -
Share

 

બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે સોમવારે પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂની 252 જેટલી બોટલ સાથે કાર ઝડપી પાડી છે. એલ.સી.બી. પોલીસે કુલ રૂ. 4,89,044 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

 

 

જો કે, કાર ચાલક નાસી છૂટ્યો હતો. જેથી પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એલ.સી.બી. પોલીસનો સ્ટાફ સોમવારે પાલનપુર પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન સાથેના એ.એસ.આઇ. યશવંતસિંહને ખાનગી બાતમી હકીકત મળી હતી કે,

 

મંડારથી એક આઇ 20 કાર જેનો નં. GJ-02-CL-0616 માં વિદેશી દારૂ ભરી ભાંડોત્રા તરફ આવનાર છે. જે બાતમીના આધારે ભાંડોત્રા ચાર રસ્તા નજીક પોલીસની ટીમે વોચ ગોઠવી હતી.

 

આ દરમિયાન હકીકતવાળી આઇ 20 કાર આવતાં તેને રોકવા ઇશારો કર્યો હતો. જો કે, ભાંડોત્રા ગામ તરફ કાર ચાલકે કાર ભગાડતાં પોલીસે પીછો કરી કાર ઝડપી પાડી હતી.

 

એલ.સી.બી. પોલીસે કારમાં તલાશી લેતાં વિદેશી દારૂની 252 જેટલી બોટલ મળી આવી હતી. જેની કિંમત રૂ. 64,044 છે. પોલીસે દારૂની બોટલ સહીત કુલ રૂ. 4,89,044 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

 

જ્યારે ગાડીનો ચાલક નાસી જતાં તેના સામે પ્રોહીબીશન એક્ટ મુજબ પાંથાવાડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!