બનાસડેરીના ટેન્કરમાંથી 900 લીટર દૂધની ચોરી મામલે ફરિયાદ નોધાઇ

- Advertisement -
Share

બનાસ ડેરીના દૂધના ટેન્કરમાંથી ડ્રાઈવર સહિત અન્ય ત્રણ ઇસમોએ મળીને 900 લીટર દૂધની ચોરી કરવા મામલે બનાસડેરીના અધિકારીએ ડીસા તાલુકા પોલિસ મથકે ફરિયાદ નોંધાવી છે.

 

આ ફરિયાદની વિગતો અનુસાર બનાસડેરીમાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા ભીખાભાઇ કાળુભાઇ પવાયાએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવાત જણાવ્યું હતું કે, તેમને માહિતી મળેલ કે બનાસડેરીના દૂધના ટેન્કરમાંથી ચોરી થાય છે જેથી તેઓએ તારીખ 22/04/22ના રોજ તેમજ અન્ય સ્ટાફના માણસો સાથે રસાણા પાટિયા નજીક રાત્રીના સુમારે વોચ ગોઠવી હતી.

 

તે દરમિયાન ડીસા તરફથી આવી રહેલ ટેન્કર નમ્બર GJ-08-Z-3468 પડેલું હતું. જોકે ત્યાં જઈ તપાસ કરતા ત્યાં ઉભેલા ચારેક માણસો ત્યાંથી નાસી ગયેલા અને તપાસ કરતા ટેન્કર નજીક લગોલગ સફેદ કલરનું જીપડાલું નમ્બર GJ-09-V-6359 પણ પડેલુ અને જીપડાલામાં પડેલ બેરલમાં 900 લીટર દૂધ પડેલું મળી આવેલ આ મામલે બનાસડેરીના સિનિયર વિસ્તરણ અધિકારી ભીખાભાઇ કાળુભાઇ પવાયાએ ડીસા તાલુકા પોલીસ મથકે ટેન્કર ચાલક, પીકપ ડાલાનો ચાલક, રિક્ષાચાલક અને અન્ય સખ્શ મળી ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધવાતા તાલુકા પોલીસ વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી આ દૂધ ચોરી બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!