વાવના ધારાસભ્યે ભાભરના ઉચોસણની દત્તક લીધેલી દીકરીના ધામધૂમથી લગ્ન કરાવી વચન નિભાવ્યું

- Advertisement -
Share

 

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે દત્તક લીધેલી દીકરીના લગ્ન ભાભરના ઉચોસણ ગામે યોજાયો હતો. કોરોના મહામારીમાં મૃત્યુ પામનાર ઉચોસણ ગામના હંસાબેન બળવંતજી ઠાકોરને ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે તેમની દિકરીને

 

 

દત્તક લઇ ધામધૂમથી લગ્ન કરાવવાનું વચન આપ્યું હતું. આ લગ્ન સમારંભમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહીત ધારાસભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા દત્તક લીધેલી દીકરીના લગ્ન પ્રસંગે ગેનીબેન ઠાકોરે આમંત્રિત સર્વે જ્ઞાતિના વડીલો, યુવાનો, માતાઓ અને બહેનો તમામને આવકાર્યાં હતા.

 

 

આ અંગે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ‘કોરોનાનો ભોગ બની જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી સૂઇગામ તાલુકાના ઉચોસણ ગામના હંસાબેન બળવંતજી ઠાકોરને મૃત્યુનો ભય કરતાં પોતાની દીકરીના લગ્નની ચિંતા વધુ હતી જે તેઓએ મારી સમક્ષ રજૂ કરી હતી.

 

 

મેં કોરોના કાળમાં ઓક્સિજનની અછત વચ્ચે આ હંસાબેનને બચાવવાનો પ્રયત્ન કર્યાં હતા છતાં કુદરતની ઇચ્છા આગળ આપણી ઇચ્છાઓનું જોર ન ચાલ્યું.

 

 

જો કે, મેં હંસાબેનને વચન આપ્યું હતું કે, તમારો જીવ બચાવવો એ મારા હાથમાં નથી પરંતુ તમારી ઇચ્છા મુજબ આ તમારી દીકરીને મારી દીકરી માની હું તેના રંગેચંગે લગ્ન કરાવીશ. જેથી મેં આપેલા વચન મુજબ આ દત્તક દીકરી સંગીતાબેનના લગ્ન કરાવ્યા છે.

 

 

આ તકે લગ્ન પ્રસંગમાં સંકલ્પના સાક્ષી બનવા અને વિશેષ સંજોગોમાં દત્તક દીકરી તરીકે સ્વીકારેલી એક માતાની જવાબદારીના સામિયાણાની શોભા વધારવા દીકરીને સંસારીક જીવન યાત્રામાં પગ માંડવાના અવસરે અંતરના આશિર્વાદ આપવા આવેલા તમામનો ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આભાર માન્યો હતો.’

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!