થરાદના ખોરડા, જાડરા, લાખણીના લીંબાઉ અને વાવના ધરાદરામાં ગ્રાહક જાગૃતિ અને સુરક્ષાના કાર્યક્રમો યોજાયા
ભારત સરકાર દ્વારા સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરાઇ રહી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે યોજાઇ રહેલ ગ્રાહક સુરક્ષા સપ્તાહ અંતર્ગત
ગુજરાતની જાણીતી ગ્રાહક હીત, હક્ક, રક્ષક સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા બનાસકાંઠા જીલ્લામાં ઠેર-ઠેર ગ્રાહક જાગૃતિ અને શિક્ષણ સેમિનાર કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.
ગ્રાહક જાગૃતિ સપ્તાહ અંતર્ગત તા. 22/12/2022 ના રોજ ડીસા તાલુકામાં કાર્યક્રમો યોજ્યા બાદ શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા પ્રમુખ અને ગુજરાતના પ્રસિદ્ધ ગ્રાહક સુરક્ષા ચળવળકાર કિશોરભાઇ દવેના નેતૃત્વમાં થરાદ, લાખણી અને વાવ તાલુકામાં કાર્યક્રમો યોજાયા હતા.
થરાદ તાલુકાના ખોરડા ગામમાં શ્રી એ.પી. ત્રિવેદી માધ્યમિક શાળામાં ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં શ્રી એ.પી.ત્રિવેદી શાળાના એમ.ડી. મનનભાઇ ત્રિવેદી, શાળાના આચાર્ય કે. ટી.
રાજપૂત, શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ કિશોરભાઇ દવે, મંત્રી પ્રિતેશભાઇ શર્મા, જાણીતા પત્રકાર હીતેશભાઇ સોનગરાએ ઉપસ્થિત રહી ગ્રાહકોની ફરજો અને અધિકારો પ્રત્યે ગ્રાહકોને જાગૃત કર્યાં હતા.
ત્યારબાદ લાખણી તાલુકાના લીંબાઉ ગામમાં પરિસંવાદ યોજાયો હતો. જેમાં ગ્રામ અગ્રણી ગીરધરલાલજી દવેએ વિશેષ હાજરી આપી ગ્રાહક વર્ગને વિશેષ શિક્ષણ મેળવવા તેમજ છેતરાયેલા ગ્રાહકોને શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરવા આહ્વાન કર્યું હતું.
ત્યારબાદ થરાદ તાલુકાના જાડરા ગામમાં ભવ્ય સેમિનારનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં શ્રી સરસ્વતી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિદ્યાલયના પ્રમુખ ભલાભાઇ પટેલ, આચાર્ય જીતુભાઇ ચૌધરી સહીતના ગ્રામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અને ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ કિશોરભાઇ દવે દ્વારા આપવામાં આવેલી ગ્રાહક સુરક્ષા અંગેની માહિતી મેળવી હતી.
ત્યારબાદ શ્રી જાગૃત નાગરિક સંસ્થા દ્વારા વાવ તાલુકાના ગામમાં એક સાંધ્ય બેઠકનું આયોજન કરાયું હતું. બેઠકમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં પ્રમુખ કિશોરભાઇ દવેએ ગ્રાહક સુરક્ષાની વિશેષ માહિતી આપી હતી. જ્યારે સંસ્થાના મંત્રી પ્રિતેશભાઇ શર્માએ સસ્તા અનાજની દુકાનો ચલાવવા અંગેના નિયમો અને સંસ્થાના આજની દુકાનોમાંથી
અનાજ લેતાં ગ્રાહકોને રાખવાની થતી ખાસ સાવધાનીઓ ઉપર પ્રકાશ પાડયો હતો અને ગ્રાહક વર્ગની માંગ ઉપર નિર્ણય કર્યો હતો કે, ‘આવનાર સમયમાં સસ્તાના દુકાનોના વિષયોને લઇ અને ગ્રાહક વર્ગો સુધી જવાશે અને તમામ ગ્રાહક વર્ગને આ અંગેની સમજ આપવામાં આવશે.’
From-Banaskantha update