ભાવનગરની પ્રાથમિક શાળામાં પેપર ચોરીની ફરિયાદ નોંધાઇ : બનાસકાંઠામાં પેપર રદ કરાયું

- Advertisement -
Share

 

ભાવનગરના તળાજા તાલુકાની નેસવડ પ્રાથમિક શાળામાં વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રની ચોરી થયા મામલે પોલીસ ફરિયાદ કરાઇ હતી. જેના પડઘા બનાસકાંઠા જીલ્લામાં પણ જોવા મળ્યા હતા. ધો. 7 નું પેપર બનાસકાંઠામાં પણ રદ કરાયું હતું.

 

આ અંગેની વિગત એવી છે કે, ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના નેસવડ પ્રાથમિક શાળામાં ધો. 7 ના વાર્ષિક પરીક્ષામાં પ્રશ્નપત્રની ચોરી થઇ હતી.

 

જે મામલે ફરિયાદ દાખલ થઇ હતી. ધો. 7 ના વાર્ષિક પરીક્ષા પત્રના પેપર ચોરીના પડઘમ પણ બનાસકાંઠા જીલ્લામાં જોવા મળ્યા હતા.

 

બનાસકાંઠા જીલ્લામાં 2,356 પ્રાથમિક સ્કૂલના ધો. 7 માં 55,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા. જેમાં શુક્રવારે વિજ્ઞાનનું અને શનિવારે સામાજીક વિજ્ઞાનનું પેપર હતું.

 

બનાસકાંઠા બોર્ડર વિસ્તારની શાળાઓમાં ધો. 7 ના વિદ્યાર્થીઓ ક્લાસ રૂમમાં પરીક્ષા આપવા બેઠા હતા. પરંતુ શુક્રવારે વિજ્ઞાનનું પેપર અને શનિવારે સામાજીક વિજ્ઞાનનું પેપર રદ કરાયું હતું.

 

જીલ્લા શિક્ષણ અધિકારીની સુચના મુજબ, વિદ્યાર્થીઓના પેપર પણ અપાયા ન હતા. વિદ્યાર્થીઓ રાત-દિવસ મહેનત કરી પરંતુ વાર્ષિક પરીક્ષામાં જ ઉપર થતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!