પાલનપુરમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક મળી, પીવાના પાણીને લઈ વિગતવાર ચર્ચા કરાઈ

- Advertisement -
Share

પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેક્ટરે પીવાના પાણી અંગે પ્રશ્નો સાંભળ્યા બાદ અધિકારીઓને સુચના આપી હતી કે, ઉનાળાની સીઝનમાં લોકોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે પુરતી તકેદારી રાખીએ તથા જરૂર જણાય ત્યાં ટેન્કર દ્વારા પાણી આપીને પાણીની વ્યવસ્થા સારી રીતે જાળવીએ.

 

પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં જન સુખાકારી માટે ધારાસભ્યઓ દ્વારા પુછાયેલા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને તેમને પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યાં હતાં.

આ બેઠકમાં કલેક્ટરે પીવાના પાણી અંગે પ્રશ્નો સાંભળ્યા બાદ અધિકારીઓને સુચના આપતા જણાવ્યું કે, ઉનાળાની સીઝનમાં લોકોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે પુરતી તકેદારી રાખીએ તથા જરૂર જણાય ત્યાં ટેન્કર દ્વારા પાણી આપીને પાણીની વ્યવસ્થા સારી રીતે જાળવીએ.

 

પાણીના બોર માટે વીજ કનેક્શન આપવા, દાંતા અને અમીરગઢ ટ્રાયબલ તાલુકાઓમાં હેન્ડ પંપ ચાલુ કરી જરૂરીયાતવાળા ગામોને પાણીની સુવિધા પુરી પાડીએ. આ ઉપરાંત શાળાઓના ઓરડાઓ નવા બનાવી ઓરડાઓની ઘટ પુરી કરવી, એસ.ટી. બસના બંધ રૂટો શરૂ કરવા, રસ્તાઓ બનાવવા સહિતના પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!