ડીસામાં કારના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં કાર પલ્ટી : સદભાગ્યે મોટી જાનહાની ટળી

- Advertisement -
Share

 

ડીસા-પાટણ હાઇવે ઉપર આવેલ શુભમ પાર્ક નજીક ગુરૂવારે પસાર થતી ટાટા નેક્સન કાર નં. GJ-24-AF-4003 ના કારના ચાલકે અચાનક કારના સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં કાર ધડાકાભેર રોડ સાઇડ નજીક પલ્ટી ખાઇ ગઇ હતી.

 

 

અચાનક બનેલી ઘટનાના પગલે આજુબાજુના રાહદારીઓ એકત્ર થઇ ગયા હતા. જો કે, કારમાં ચાલક સિવાય અન્ય કોઇ જ વ્યક્તિ કારમાં જણાયો ન હતો.

 

 

અને બપોરના સુમારે ગરમી હોવાથી લોકોની અવર-જવર પણ ઓછી હોવાથી કોઇ વધુ જાનહાની થઇ ન હતી. અકસ્માતના પગલે કારને મોટું નુકશાન થવા પામ્યું હતું.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!