દિયોદરમાં પ્રધાનમંત્રીના આગમનને લઇને તૈયારીઓને આખરી ઓપ અપાયો : સાંસદે જાહેર જનતાને આમંત્રણ આપ્યું

- Advertisement -
Share

 

દિયોદરના સણાદરમાં બનાસ ડેરી નવિન અત્યાધુનિક પ્લાન્ટનું આવતીકાલે દેશના વડાપ્રધાન લોકાર્પણ કરવાના છે. ત્યારે બનાસવાસીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

 

પરબતભાઇ પટેલ દ્વારા દેશના વડાપ્રધાન બનાસકાંઠામાં આવી રહ્યા છે તેને લઇ જીલ્લાની મહીલા પશુપાલકો અને ભાઇઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી અપિલ કરી છે.

 

બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ ડેરી દ્વારા દિયોદરના સણાદરમાં નવિન અત્યાધુનિક પ્લાન્ટનું આવતીકાલે દેશના વડાપ્રધાન લોકાર્પણ કરવાના છે. ત્યારે બનાસવાસીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

બનાસ ડેરી દ્વારા નવિન પ્લાન્ટના ઉદ્દઘાટનને લઇને બનાસ ડેરી ચેરમેન અને બનાસ ડેરી કર્મચારી સહીત જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પી.એમ.ના આગમનને લઇને તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.

 

બનાસકાંઠાના સાંસદ અને બનાસ ડેરી ડીરેક્ટર પરબતભાઇ પટેલ દ્વારા દેશના વડાપ્રધાન બનાસકાંઠામાં આવી રહ્યા છે. તેને લઇ બનાસકાંઠાના મહીલા પશુપાલકો અને ભાઇઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી અપિલ પણ કરી છે.

 

આ અંગે બનાસકાંઠાના સાંસદ અને બનાસ ડેરી ડીરેક્ટર પરબતભાઇ પટેલે જણાવ્યુ હતું કે, ‘નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા બાદ નર્મદાના નીર બનાસકાંઠામાં આવ્યા જેનાથી ખેડૂતો પશુપાલકોને ખૂબ ફાયદો થયો છે.

 

આજે બનાસ ડેરીમાં 90 લાખ લીટર દૂધ પ્રતિદિન આવી રહ્યું છે. બનાસ ડેરીમાં ત્યારે આ નવિન પ્લાન્ટના લોકાર્પણને લઇ બનાસકાંઠા જીલ્લાના પશુપાલકો અને પ્રજાજનોમાં ખુશીની લહેર પ્રસરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!