એ.સી.બી. ટીમની સફળ ટ્રેપ : પાટણના ધચેલીના તલાટી કમમંત્રી અને વચેટીયો લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા

- Advertisement -
Share

 

પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના ધચેલી ગ્રામ પંચાયતના તલાટી કમમંત્રી અને વચેટીયો રૂ. 4,350 ની લાંચ શુક્રવારે રંગેહાથ લેતાં ઝડપાતાં લાંચીયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

 

 

ફરિયાદીને આકારણી અને આવકનો દાખલો કાઢી આપવા બદલ તલાટી કમમંત્રીએ લાંચની માંગણી કરી હતી. જે ફરિયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી.માં ફરિયાદ કરતાં એ.સી.બી.એ છટકું ગોઠવી તલાટી કમમંત્રી અને વચેટીયાને લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડયા હતા.

 

 

આ અંગેની વિગત એવી છે કે, આ કામના ફરિયાદીને લાઇટ કનેક્શન મેળવવા માટે મકાનની આકારણીનો અને આવકના દાખલાની જરૂરીયાત હતી.

 

જે કાઢી આપવા માટે ધચેલી ગ્રામ પંચાયતના તલાટી કમમંત્રી મનિષ મકવાણાએ રૂ. 4,350 ની માંગણી કરી હતી. જે ફરિયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી.માં ફરિયાદ નોંધાવી હતી.

 

એ.સી.બી.એ છટકું ગોઠવતાં તલાટી કમમંત્રીએ ફોન પર લાંચની માંગણી કરી દિલીપ મકવાણા નામના વચેટીયાને આપી દેવા જણાવ્યું હતું. એ.સી.બી.એ છટકું ગોઠવી શુક્રવારે મનિષ મકવાણા અને વચેટીયાને રંગેહાથ ઝડપી પાડતાં લાંચીયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!