હિંદુ યુવા સંગઠન અને ગૌ સેવા સમિતિ દ્વારા નાણીમાં ગૌ વંશને ગૌ શાળામાં મોકલવાનું શરૂ કરાયું

- Advertisement -
Share

નાણી ગૌચરમાં ઘણા સમયથી ગૌ વંશની પરિસ્થિતી બહુ જ દયનીય છે દર વર્ષે ઉનાળાની શરૂવાતથી ચોમાસા સુધી બહુ જ ભયંકર સ્થિતિ રહે છે જોકે સેવાભાવીના સાથથી ઘાસ ચારાની સગવડ કરાય છે.

આ બાબતે સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોનીએ જણાવ્યું હતું કે, પાંચ વર્ષથી નાણીમાં ગૌ વંશ માટે ઘાસ મોકલાય છે ઉનાળાથી ચોમાસા સુધી ઘાસના મળવાના કારણે ગૌ વંશને ખૂબ જ ગંભીર પરિસ્થતિ હોય છે ગાય કે વાછરડું ભૂખ ન કારણે થાકીને બેસી જાય ત્યારે ભૂંડ કૂતરા જીવતી ખાઈ જાય છે.

પરિસ્થિતિ એવી હતી કે આ આખા વિસ્તારમાં 2000થી પણ વધારે ગાયો છે જેથી ઘાસ પૂરું પાડવું મુશ્કેલ છે તાજેતરમાં જ જિલ્લા કલેક્ટરને સંગઠન દ્વારા આવેદન આપી રજૂવાત કરાઈ હતી જેના પગલે જિલ્લા કલકટર તાત્કાલિક બનાસકાંઠાની ગૌ શાળા અને પાંજરાપોળને સૂચના અપાઈ છે જેથી ગૌ શાળાના સંચાલકો દ્વારા સહયોગ મળ્યો છે અને ગૌ વંશ લેવાનું ચાલુ કર્યું છે. તેવામાં સંગઠન અને ગૌસેવા સમિતિ સાથે રહીને આજ નાણીમાં વાડા બનાવીથી ગૌ વંશને ગૌ શાળામાં મોકલાશે.

આ સેવા યજ્ઞમાં સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોની, કરણભાઈ ચૌધરી, રમેશભાઈ ઠક્કર, દીપકભાઈ કચ્છવા, આકાશ સોની, નીરવભાઈ ઝવેરી, ભાઈચંદભાઈ પંચાલ અને નાણી ગામના ગૌ સેવકો દ્વારા ગૌ વંશને બનાસકાંઠાની દરેક ગૌ શાળામાં મોકલાશે અને લોકોને સાથ અને સહકાર માટે અપીલ કરી છે.

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!