ડીસાના ઝેરડામાં જી.આર.ડી. જવાનને કરંટ લાગતાં મોત

- Advertisement -
Share

ઘરમાં પંખો રીપેર કરતા કરંટ લાગ્યો હતો : લાશને પી.એમ. અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ

 

ડીસા તાલુકાના ઝેરડા ગામમાં શુક્રવારે વીજ કરંટ લાગતાં જી.આર.ડી. જવાનનું કરુણ મોત નિપજતાં ચકચાર મચી ગઇ છે. ઘરમાં પંખો રીપેરીંગ કરતાં ઘટના સર્જાઇ હતી.
આ ઘટનાને પગલે લાશને પી.એમ. અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ અંગે ડીસા તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના ઝેરડા ગામમાં રહેતાં જીતેન્દ્રસિંહ વાઘેલા જી.આર.ડી. માં ફરજ બજાવી રહ્યા છે. જેઓ ઘરે શુક્રવારે એકલા હતા.
તે દરમિયાન પંખો ખરાબ થઇ જતાં રીપેરીંગ કરી રહ્યા હતા. તે સમયે અચાનક વીજ કરંટ લાગતાં તેઓ ભોય પર પટકાતાં મોત નિપજ્યું હતું.
આ ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો અને પરિવારજનો આવી પહોંચ્યા હતા. એક પુત્ર અને પુત્રીના 31 વર્ષિય પિતાનું આકસ્મિક મોત થતાં પરિવારજનોમાં ઘેરા શોકની કાલીમાં પ્રસરી ગઇ છે.
જ્યારે લાશને પી.એમ. અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ અંગે ડીસા તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!