પશુપાલકોનું ‘નસીબ’ બદલાશે : પી.એમ.ના હસ્તે દિયોદરમાં બનાસ ડેરીના સંકુલનું લોકાર્પણ કરાશે : દૂધની બનાવટ સાથે બટાટાની પ્રોડક્ટ બનશે

- Advertisement -
Share

 

સમગ્ર એશિયા ખંડમાં દૂધ સંપાદનમાં નંબર-1 બનાસ ડેરીએ એક જ જીલ્લામાં બનાવેલી બીજી ડેરીનું તા. 19 મીએ પી.એમ. મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

 

 

બીજી ડેરીનું લોકાર્પણ થતાં જ બનાસ ડેરીની પ્રતિદિન એક કરોડ લિટર દૂધ પ્રોસેસિંગની કેપેસિટી થઇ જશે. બનાસકાંઠાના દિયોદર નજીક સણાદરમાં 151 વીઘામાં નિર્માણ પામેલા બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને

 

 

પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનિટી રેડીયો સ્ટેશન (FM 90.4) નું આગામી તા. 19 એપ્રિલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે. ત્યારે આવો જાણીએ આ નવા સંકુલને કારણે પશુપાલકો અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે શું ફાયદો થશે ?

 

 

151 વીઘામાં નિર્માણ કરાયેલા બનાસ ડેરીના સંકુલમાં પહેલાં દિવસથી જ 30 લાખ લીટર કેપેસિટીનું હેન્ડલીંગ કરી શકાશે. બટર પ્લાન્ટ, માવા પ્લાન્ટનું પણ લોકાર્પણ કરાશે.

 

 

અહીં આઇસક્રીમ સહીત દૂધ બનાવટની અન્ય પ્રોડક્ટ પણ બનશે. પોટેટો પ્લાન્ટનું પણ લોકાર્પણ કરાશે. જેમાં ફ્રેન્ચ ફ્રાઇઝ, આલુ ટીકી, બર્ગર જેવી ફ્રોઝન આઇટમનું ઉત્પાદન કરાશે.

 

 

બનાસ ડેરીએ ભારતની સૌથી મોટી ડેરી છે. ડેરી દ્વારા બનાસકાંઠા જીલ્લામાં જ બીજી ડેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. 151 વીઘામાં તૈયાર થયેલા બનાસ ડેરી સંકુલનું તા. 19 મીએે પ્રધાનમંત્રી મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. જેથી બનાસ ડેરીની પ્રતિદિન દૂધ પ્રોસેસિંગની ક્ષમતા વધીને 1 કરોડ લીટર થઇ જશે.

 

 

એક જ જીલ્લામાં નવી એક ડેરી બનાવવાની જરૂરત ઉભી થઇ હોય તેવો બનાસકાંઠા જીલ્લો દેશનો પ્રથમ જીલ્લો છે. બનાસકાંઠામાં પહેલી જે ડેરી હતી. આખા દેશમાં સૌથી મોટી ડેરી અને આજે નવી ડેરી બને છે એ પણ એટલી જ મોટી ડેરી છે.

 

 

ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારે બનાસકાંઠા જીલ્લાના પશુપાલનકોની માસની આવક રૂ. 280 કરોડ આજુબાજુ હતી. જે આજે વધીને રૂ. 280 કરોડમાંથી રૂ. 1,00,00,000 પહોંચી ચૂકી છે.’

 

 

વડાપ્રધાનના હસ્તે બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે. ઇ-લોકાર્પણમાં બનાસ ડેરીના ચીઝ અને વ્હે પાવડર પ્લાન્ટ વિસ્તૃતીકરણ પાલનપુર, બનાસ ગોબર ગેસ પ્લાન્ટ અને બાયો સી.એન.જી. સ્ટેશન દામા (ડીસા) નું ઇ-લોકાર્પણ થશે.

 

 

જ્યારે નવિન 4 ગોબર ગેસ પ્લાન્ટ-ખીમાણા, રતનપુરા (ભીલડી), રાધનપુર અને થાવર (ધાનેરા) માં પ્રધાનમંત્રીના હસ્તે ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.

 

 

દિયોદરમાં બનાસ ડેરીનું નિર્માણ કાર્ય જૂન-2020 માં શરૂ થયું હતું. ફેબ્રુઆરી-2020 માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને કેન્દ્રીય ડેરી પશુપાલન મંત્રી સંજીવ બાલિયાનની ઉપસ્થિતિ અને લાખો

 

 

પશુપાલકોની જનમેદનીમાં ખાતમુહૂર્ત કરાયું હતું. જે માત્ર 18 માસના ટૂંકાગાળામાં અને વૈશ્વિક મહામારીની વિપરીત પરિસ્થિતિ વચ્ચે ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો છે.

 

 

આ અંગે ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘નવા પ્રોજેક્ટના કારણે જીલ્લાની ઇકોનોમીને મોટું બુસ્ટઅપ મળશે. પ્રધાનમંત્રી જે પ્રમાણે જીલ્લાવાસીઓને પ્રોત્સાહીત કરે છે.

 

 

એ પ્રમાણે જીલ્લાની ગ્રામિણ મહીલાની અંદર ખૂબ ઉત્સાહ છે. ગામે ગામથી બહેનોની બેઠકો થઇ રહી છે. એ ભેગા મળીને બીજા ગામની અંદર સંદેશો આપવા પણ જઇ રહ્યા છે કે, તમે પણ ડેરીની અંદર આવજો અને જે રીસ્પોન્સ અમને મળી રહ્યો છે.

 

એ ઉપરથી હું કહી શકું કે, ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય નહી થયું હોઇ એટલી મોટી સંખ્યામાં બહેનોનું વિશાળ સંમેલન એ કદાચ બનાસ અંદર તા. 19 મીએ થશે.’

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!