પાલનપુર-જગાણા પાસેથી કતલખાને જતી પાડા ભરેલી ટ્રક સાથે ત્રણ શખ્સો ઝડપાયા

- Advertisement -
Share

પાલનપુરના જગાણા પાસેથી જીવદયાપ્રેમીઓએ રાજસ્થાનથી અમદાવાદ કતલખાને લઈ જતા પશુ ભરેલ ટ્રક સહિત ત્રણ શખ્સોને ઝડપી પાડી પોલીસ હવાલે કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાજસ્થાન એ બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલું હોવાથી અનેકવાર મોટા પ્રમાણમાં પશુઓને કલતખાને હેરાફેરી કરવામાં આવે છે. તો બીજી તરફ પશુઓને કતલખાને જતા અટકાવવા માટે જીવદયા પ્રેમીઓ દ્વારા પણ અનેકવાર મોટા પ્રમાણમાં પશુ અને ઝડપી પાડી હેરાફેરી કરનારને પોલીસ હવાલે કરી પશુઓના જીવ બચાવતા હોય છે.

ત્યારે આજે ફરી એકવાર પશુઓ ભરેલ ટ્રક ઝડપાઈ છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો જીવદયા પ્રેમીઓને બાતમી મળી હતી કે રાજસ્થાનના આબુરોડ તરફથી પાલનપુર તરફ એક ટ્રક નંબર RJ-22-GA-5217ની પશુ ભરી કતલખાને લઈ જઈ રહ્યા છે. જે બાદ જીવદયા પ્રેમી સચીનકુમાર ભીખાભાઈ જોષી તેમના મિત્રો પાલનપુર એરોમા સર્કલ પાસે વોચ ગોઠવી હતી.

બાતમી વાળી ટ્રક નંબર RJ-22-GA-5217 પાલનપુર એરોમા સર્કલ પાસેથી પસાર થતા તેનો પીછો કરતા ટ્રકના ચાલકે જગાણા પાસે આવેલ પેટ્રોલપંપ પાસે ડીઝલ નખાવા ઊંભી રહેલ જે બાદ જીવદયા પ્રેમી સચિન કુમાર જોષી સહિત તેમના મિત્રોએ ટ્રકને ઉભી રખાવી ટ્રકમાં જોતા ડબલ પાર્ટીશન મારી ખીચોખીચ કુશળતાપૂર્વક પાડા ભરેલા હોય જે બાદ ટ્રકમાં સવાર ત્રણ શખ્સો પાસે પશુઓની હેરાફેરી માટેનું પાસ પરમીટ તેમની પાસે ન હોવાનું જણાવેલ કે બાદ તાત્કાલિક ધોરણે જીવદયાપ્રેમીઓએ જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી.

પોલીસની હાજરીમાં ટ્રકચાલકનું નામ પુછતાં અશલમખાન શોખતાઅલી સિપાઈ. રહે. સોજતરોડ, તા.સોજતસીટી જી. પાલી (રાજસ્થાન)વાળો હોવાનું જણાવેલ જે બાદ બીજા બે અન્ય શખ્સનું નામ પૂછતા રશીદખાન ઇબ્રાહિમખાન મુસલમાન રહે.સોજતરોડ. તા.સોજતસીટી જી.પાલી (રાજસ્થાન) તેમજ હારૂન મહેબૂબઅલી પીંજારા રહે. મુસાલિયા તા.મારવાડા જકશન જી.પાલી રાજસ્થાન વાળો જણાવેલ.

 

જે બાદ જીવદયા પ્રેમીઓએ આ પશુ ટ્રકમાં ક્યાંથી ભરી ક્યાં લઈ જઈ રહ્યા છે તેવું પૂછતા તેમણે જણાવેલ કે રાજસ્થાન કરડાથી અમદાવાદ લઈ જવાનું જણાવેલ તે બાદ ટ્રકમાં ભરેલ પાડા જોતા તેમજ 64 જેટલા પાડા તેમજ બે પાડી 64 પાડા જીવની કુલ કીમત 1,92,000 તેમજ 2 પાડી જીવની કુલ કિંમત 8,000 તેમજ ટ્રક સહિત ત્રણ શખ્સોને ઝડપી પાલનપુર તાલુકા પોલીસ મથકે લઇ જઇ પોલીસે (1)અશલમખાન શોખતાઅલી સિપાઈ. રહે. સોજતરોડ. તા.સોજતસીટી જી.પાલી (રાજસ્થાન) (2) રશીદખાન ઇબ્રાહિમખાન મુસલમાન રહે.સોજતરોડ. તા.સોજતસીટી જી. પાલી (રાજસ્થાન) (3) હારૂન મહેબૂબઅલી પીંજારા રહે. મુસાલિયા તા.મારવાડા જકશન જી.પાલી રાજસ્થાન આ ત્રણ શખ્સોને ઝડપી પાડી તેના વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જે બાદ પોલીસે આ તમામ કતલખાને જતાં પશુઓને ડીસા રાજપુર કાંટ પાજરાપોલ ખાતે ખસેડ્યા હતા.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!