દિયોદર કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ ભુરીયાનું માર્કેટ યાર્ડનું સભ્ય પદ રદ કરાતા રાજકારણ ગરમાયું

- Advertisement -
Share

દિયોદર માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન તેમજ હાલના કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ ભુરીયાનું સભ્ય પદ રદ થતાં દિયોદર માર્કેટ યાર્ડમાં સહકારી રાજકારણ ગરમાયું હતું. શિવાભાઈ ભુરીયા સામે અરજદાર દ્વારા મંડળીઓને લઇ રજૂઆત કરવામાં આવી હતી.

જે મંડળીઓમાંથી ચુંટાઈને આવે છે તે બજાર સમિતિમાં કોઈ વેપાર કરતી નથી તેમજ આ મંડળીઓ જી.એસ.ટી તેમજ તોલ માપના લાયસન્સ પણ ધરાવતી નથી. તેવી રજૂઆત કરવામાં આવી હતી. જે મામલે તપાસ ચાલી રહી હતી.

ત્યારે આ તપાસના અંતે બજાર સમિતિ દ્વારા બંને મંડળીઓના લાયસન્સના મંજૂર કરાયા હતા. સહકારી ખરીદ વેચાણ મંડળી વિભાગના વાતમ નવા તેમજ વાતમ જુના ગામની સહકારી મંડળીઓમાંથી શિવાભાઈ તેમજ તેમના પુત્ર ડિરેક્ટર પદે ચુંટાઈ આવ્યા હતા.

જોકે, હવે લાયસન્સના મંજૂર થતાં શિવાભાઈ ભુરીયા તેમજ તેમના પુત્ર સહિત 6 સભ્યોનું સભ્ય પદ રદ થયું હતું. જોકે આ બાબતે શિવાભાઈએ સત્તાધારીઓ સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ફી ભરવાની તમામ પ્રોસેસ કરવામાં આવી હતી. પરંતુ લાયસન્સ સતાના જોરે ના આપ્યા હોવાના શિવાભાઈનો આક્ષેપ કર્યો હતો. સમગ્ર મામલે ન્યાય માટે હાઈ કોર્ટમાં જઈશું તેમ શિવાભાઈએ જણાવ્યું હતું દિયોદર માર્કેટ યાર્ડમાં હાલ ભાજપની છે સત્તા.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!