દિયોદરના ખેડૂત પાસેથી લાંચ લેતા વીજ અધિકારીને 5 વર્ષની સજા

- Advertisement -
Share

દિયોદર એડિશનલ સેસન્સ કોર્ટે યુજીવીસીએલ વિભાગના નાયબ ઈજનેરને લાંચ કેસમાં 5 વર્ષની સજા અને 10 હજારનો દંડ ખુલ્લી કોર્ટમાં સંભળાવતા કોર્ટ રૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો.

આ અંગેની વિગત મુજબ દિયોદર તાલુકાના લુદરા ગામના એક વ્યક્તિને વીજ જોડાણ પેટે દિયોદર યુજીવીસીએલના નાયબ ઇજનેર ભરતકુમાર ભાવસરે 5 હજારની માંગણી કરતા લુદરા ગામના વ્યક્તિએ એસીબી વિભાગમાં ફરિયાદ કરી હતી. જેમાં તારીખ 31 ઓક્ટોબર-2015ના રોજ એસીબી ટીમ દ્વારા નાયબ ઈજનેરને રૂ.5 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો.

જે કેસ સોમવારે દિયોદર એડિશનલ સેસન્સ કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં તમામ પુરાવા આરોપી વિરુદ્ધ હોવાથી દિયોદર એડીશનલ સેસન્સ કોર્ટના ફરજ પરના ન્યાયાધીશ દ્વારા લાંચિયા અધિકારીને લાંચના ગુન્હામાં 5 વર્ષની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો હતો. જેમાં સજા ફટકારતા કોર્ટ રૂમમાં સન્નાટો છવાઇ ગયો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!