બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આવેલ ખોડા ચેકપોસ્ટ પરથી થરાદ પોલીસે પેસેન્જર ગાડીમાં ગેરકાયદેસર માદક પદાર્થ અફીણના 300 ગ્રામ રસની સહિત હેરાફેરી કરનાર એક શખ્સને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.
બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો છે જેથી અનેક વાર રાજસ્થાનમાંથી બુટલેગરો દ્વારા દારૂ, ગાંજો, અફીણ સહિત માદક પદાર્થનું મોટા પ્રમાણમાં ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યું છે. બીજી તરફ બનાસકાંઠા પોલીસ દ્વારા રાજસ્થાનમાંથી બુટલેગરો દ્વારા દારૂ, અફીણ, ગાંજો સહિતના માદક પદાર્થને અટકાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ત્યારે આજરોજ બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આવેલ ખોડા ચેકપોસ્ટ પર થરાદ પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન ગેરકાયદેસર માદક પદાર્થ અફીણના 300 ગ્રામ રસની હેરાફેરી કરનાર મોહન બિશ્નોઈને ઝડપી પાડી 31,900ના મુદામાલ સિઝ કરી થરાદ પોલીસ મોહન બિશ્નોઈની અટકાયત કરી એન.ડી.પી.એસ એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update