ડીસાના આ કોરોના વોરિયર 20 દિવસથી નથી ગયા ઘરે : લગ્ન જીવનની 8મી વર્ષગાંઠ પણ ડો. વિશાલ ઠકકરે ઘરની બહાર ઉજવી

- Advertisement -
Share

કોરોના મહામારી દરમિયાન છેલ્લાં 20 દિવસથી પરિવાર અને ઘરથી દુર રહેતાં કોરોના વોરિયર ડૉ. વિશાલ ઠકકરે પોતાના લગ્ન જીવનની આઠમી વર્ષગાંઠની અનોખી ઉજવણી કરી હતી. પત્ની અને પરિવારના આગ્રહથી ઘરમાં પગ મુકયા વગર રસ્તા પર ઉભા રહીને સોશિયલ ડિસ્ટન્સ સાથે લગ્ન જીવનની આઠમી વર્ષગાંઠની ઉજવણી કરી હતી.

 

 

 

બનાસકાંઠા જીલ્લામાં છેલ્લાં બે મહિનાથી કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમજ કોરોના પોઝિટિવ લોકોને બચાવવા માટે કોરોના વોરિયર્સ તબિબો પણ રાત દિવસ ઘર અને પરિવારથી દુર રહી સેવા કરી રહ્યાં છે. ડીસા શહેરના ગાયત્રી મંદિર સામે આવેલા ડૉક્ટર હાઉસમાં હેત આઇ.સી.યુ ધરાવતા અને ડીસાના ગ્રીનપાર્કમાં રહેતા ડૉ. વિશાલ ઠક્કર છેલ્લા 20 દિવસથી કોરોના પોઝિટિવ લોકો જલ્દી સ્વસ્થ થાય તે માટે પત્ની અને બે બાળકોથી દુર હોસ્પિટલમાં જ રહે છે.

 

 

 

 

બુધવારે તેમના લગન જીવનની આઠમી વર્ષગાંઠની ઉજવણી માટે નિમિત્તે પત્ની અને પરિવારજનોના આગ્રહને કારણે તેઓ ઘરે પહોંચ્યા હતાં પરંતુ બાળકો અને પરિવારજનોને આ મહામારીનો ચેપ ન લાગે તે માટે તેઓ તુરંત જ હોસ્પિટલ પરત ફર્યા હતા. ડૉ. વિશાલ ઠક્કરે પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે લગ્ન જીવનની ઉજવણી કરતાં તેનની કોરોના વોરિયર્સ તરીકેની સેવાને લોકોએ બિરદાવી હતી.

 

 

 

આ અંગે ડો. વિશાલ ઠકકરે જણાવ્યું હતું કે, લોકો કોરોનાથી બચવા ઘર બહાર પણ નીકળતા નથી ત્યારે આવા કપરા સમયમાં રાત દિવસ ઉજાગરા કરીને કોરોના સંક્રમિત લોકો જલ્દી સ્વસ્થ થાય તે માટે છેલ્લાં 20 દિવસથી ઘરે પણ ગયો નથી તેમજ બુધવારે લગ્ન જીવનની આઠમી વર્ષગાંઠ પણ ઘરની બહાર ઉભા રહીને ઉજવી હતી.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!