ડીસા નગરપાલિકાના કર્મચારીઓને બાકીની રહેતી કરોડો રૂપિયાની ચૂકવણી કરવામાં આવી

- Advertisement -
Share

આજરોજ ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર દ્વારા નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ અને રિટાયર્ડ થયેલા કર્મચારીઓનો કરોડો રૂપિયાની બાકી રકમની ચુકવણી કરવામાં આવી હતી.

ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર પાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓના વર્ષોથી બાકી રહેલા પગારો પાલિકા પ્રમુખ દ્વારા આજે ચૂકવવામાં આવતા કર્મચારીઓમાં ખુશી જોવા મળી હતી. ખાસ કરીને ડીસા નગરપાલિકાના પ્રમુખે નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓની હક રજા અને ગ્રેજ્યુટીના 1.17 કરોડ, કાયમી ફરજ બજાવતા કર્મચારીઓને 1.50 કરોડ અને વર્ગ-4ના કર્મચારીઓને 4 લાખની રકમની ચુકવણી કરવામાં આવી હતી.

ખાસ કરીને વર્ષ 2018થી 2022 સુધી નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓને હક રજાના 1.17 કરોડની ચુકવણી કરતા પાલિકા કર્મચારીઓમાં ખુશી જોવા મળી હતી. ડીસા શહેરનો વિકાસ આમ તો પાલિકા પ્રમુખ દ્વારા કરવામાં આવે છે પરંતુ ડીસા શહેરને સ્વચ્છ સુંદર અને રળિયામણું રાખવા માટે મહત્વની ભૂમિકા પાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓની હોય છે.

ત્યારે આ વાતને ધ્યાનમાં લઇ ડીસા નગરપાલિકાના પ્રમુખે બાકી રહેલા તમામ કર્મચારીઓના પગારનું ચુકવણું કરી હતી. વર્ષોથી ત્યાં નગરપાલિકામાં ફરજ બજાવી ડીસા શહેરને વિકાસમાં હરણફાળ બજાવતા કર્મચારીઓને પગારનું ચુકવણું કરી તમામ કર્મચારીઓને ડીસા નગરપાલિકાના પ્રમુખ એ બિરદાવ્યા હતા. આ પ્રસંગે ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર, ઉપપ્રમુખ સવિતાબેન હરિયાણી સહિત ડીસા નગરપાલિકાના ભાજપના સદસ્ય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!