ખેડૂત નેતા રાકેશ ટિકૈત આવતીકાલથી બે દિવસ પાલનપુર અને બારડોલીમાં ખેડૂત સંમેલનને સંબોધશે

- Advertisement -
Share

કૃષિ કાયદા રદ્દ કરવાની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં ખેડૂત આંદોલનના શરૂ થાય તેવા ભણકારાં વાગી રહ્યાં છે. દિલ્હીમાં ચાલી રહેલાં ખેડૂત આંદોલનના આંદોલનકારી ખેડૂત નેતા રાકેશ ટિકૈત આવતી કાલે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. જે પાલનપુર અને બારડોલીમાં આયોજિત ખેડૂત સંમેલનને સંબોધશે.

 

 

અંબાજીમાં દર્શન કર્યા બાદ પાલનપુર ખાતે જાહેર સભા કરશે રાકેશ ટિકૈત રાજસ્થાન બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશ કરશે. સૌ પ્રથમ માં અંબાના દર્શન કરી ત્યારબાદ પાલપુર ખાતે જાહેર સભા સંબોધશે.

આ અંગે જિલ્લા રાષ્ટ્રીય કિસાન સંગઠન પ્રમુખ વી.કે કાગે જણાવ્યું હતું કે, રાકેશ ટિકૈત અને પાલ આંબલિયા અંબાજી દર્શન કર્યા બાદ પાલનપુર ખાતે જાહેર સભા કરશે. આવતીકાલે યોજાનારા આ કાર્યક્રમમાં તંત્ર દ્વારા રાકેશ ટિકૈતના કાફલાને રોકવામાં આવશે તો રાષ્ટ્રીય કિસાન સંઘ દ્વારા ગામડે-ગામડે આંદોલન કરવામાં આવશે.

 

 

રાકેશ ટિકૈત પાલનપુર સંમેલનને સંબોધન કર્યા બાદ ઉંઝા ઉમિયા માતાના મંદિરે પણ દર્શન કરવા જશે. જ્યારે તા.05મી એપ્રિલે સવારે 8 વાગે રાકેશ ટિકૈત ગાંધીઆશ્રમની મુલાકાત લેશે અને ત્યાંથી તે કરમસદ જશે, જ્યાં બારડોલીમાં ખેડૂત સંમેલનને સંબોધન કરશે.

 

 

રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસને લઇને અનેક અટકળો આવતીકાલે રાકેશ ટિકૈત ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠામાં તેમના સ્વાગત તેમજ જાહેર સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો આવે તે માટે કિસાન સંગઠનના જિલ્લા પ્રમુખ દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

 

 

ત્યારે હવે આ ખેડૂત સભાઓને લઇ તંત્ર મંજૂરી આપે છે કે નહીં તેમજ ખેડૂત નેતા રાકેશ ટિકૈતની અટકાયત કરવામાં આવે છે કે કેમ તેને લઇ અનેક અટકળો ચાલી રહી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!