ડીસામાં શક્કર ટેટીના યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતો બેહાલ

- Advertisement -
Share

ખેડૂતોએ ટેટીનું વાવેતર કર્યા બાદ યોગ્ય ભાવો ન મળતાં ખેતરમાંથી ટેટી વીણી જાતે જ તેનું છૂટક વેચાણ કરી રહ્યા છે

બનાસકાંઠા જીલ્લાના ખેડૂતોને બટાટામાં થતાં નુકશાનની ભરપાઇ કરનારી શક્કર ટેટી અને તરબૂચની ખેતી પણ આ વખતે ખર્ચાળ સાબિત થઇ છે. યોગ્ય ભાવો ન મળતાં ખેડૂતોને શક્કર ટેટીના વાવેતરમાં મોટું નુકશાન થયું છે.

 

બનાસકાંઠા જીલ્લો પાણીની મુશ્કેલી સહન કરતો જીલ્લો છે અને તેમાં પણ ડીસા આજુબાજુ તો ભૂગર્ભ જળ સ્તર ખૂબ જ ઉંડા ઉતરી ગયા છે.

જેથી ખેતીમાં સિંચાઇની મોટી સમસ્યા સર્જાઇ છે. ડીસાની વાત કરવામાં આવે તો ડીસામાં એક સમયે સ્થાનિક ખેડૂતો રવિ સિઝનમાં બટાટાની ખેતી કરતા હતા.

પરંતુ છેલ્લા કેટલાંક વર્ષોથી બટાટાની ખેતીમાં નુકશાન થતું હોવાથી બનાસકાંઠા જીલ્લાના ખેડૂતોએ ઓછા પાણીએ ટપક સિંચાઇ પધ્ધતિનો ઉપયોગ કરીને શક્કર ટેટીના વાવેતરની શરૂઆત કરી હતી.

અને શરૂઆતના સમયગાળામાં શક્કર ટેટી બટાટામાં થતાં નુકશાનની ભરપાઇ પણ કરી રહી હતી. પરંતુ હવે સમય બદલાઇ ગયો છે.

બટાટામાં થતાં નુકશાનની ભરપાઇ કરનાર ટેટીમાં જ ખેડૂતોને નુકશાન સહન કરવું પડી રહ્યું છે. ખેડૂતો ટેટીનું વાવેતર કર્યા બાદ યોગ્ય ભાવો ન મળતાં ખેતરમાંથી ટેટી વીણી જાતે જ તેનું છૂટક વેચાણ કરી રહ્યા છે.

 

એટલે કે ખેડૂતો ખેતરમાં મજૂરી કરવાની સાથે સાથે વેચાણ પણ કરી રહ્યા છે. જાહેર માર્ગો પર ટ્રોલીમાં શક્કર ટેટી સાથે ખેડૂતો પહોંચે છે અને ટેટીનું છૂટક વેચાણ કરી રહ્યા છે.

 

ટેટીના પાકમાં થઇ રહેલા નુકશાનના કારણે અંગે ખેડૂતો જણાવી રહ્યા છે. બનાસકાંઠા જીલ્લામાં ભૂગર્ભ જળ સ્તર ખૂબ જ ઉંડા ઉતરી ગયા છે અને તેના લીધે વીજ બીલમાં વધારો થતાં કૃષિ ખર્ચમાં ઘટાડો થયો છે.

 

આ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ હવે ટેટીનું વાવેતર થવા લાગ્યું છે. જેથી ટેટીના ભાવો યોગ્ય પ્રમાણમાં મળી રહ્યા નથી.

 

બટાટાની ખેતીમાં નુકશાનની ભરપાઇ કરનાર ટેટીની ખેતી પણ ખેડૂતોને નુકશાન પહોંચાડી રહી છે. આ ઉપરાંત જે રીતે ભૂગર્ભ જળ સ્તર ઉંડા ઉતરી રહ્યા છે.
તેને લીધે વધી રહેલા કૃષિ ખર્ચના કારણે આગામી સમયમાં ડીસાના ખેડૂતોને અન્ય પાકોમાં પણ નુકશાન સહન કરવું પડશે તે વર્તમાન પરિસ્થિતિ જોતાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!