પાલનપુરમાં વિદ્યાર્થીઓ દ્વારા યુવા ભાજપ મોરચાની રેલી રોકવામાં આવી અને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી

- Advertisement -
Share

પાલનપુર કોઝી વિસ્તારમાં શુક્રવારે યુવા ભાજપ મોરચાની રેલી આવી ત્યારે ભાજપના કાર્યકરો ફૂલ નાખી સ્વાગત કરી આગળ પ્રસ્થાન કરાવ્યું હતું ત્યારે વિદ્યાર્થીઓએ રેલી રોકાવી વિરોધ નોંધાવ્યો હતો. જ્યાં બંને વચ્ચે ઘર્ષણ થાય તે પહેલા રેલી નીકળી ગઈ હતી. વડગામથી ભાજપ યુવા મોરચા દ્વારા આઝાદીકા અમૃત મહોસ્તવ અંતર્ગત શુક્રવારે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

જ્યાં બાઈક રેલી બનાસડેરી થઈ આઈટીઆઈ, ગઠામણ રોડ થઇ પાલનપુર કોઝી વિસ્તારમાં નગરપાલિકા સદસ્યોએ સ્વાગત કર્યું હતું હતું. ત્યારબાદ બાઈક રેલી ફૂલો નાખી આગળ તરફ પ્રયાણ કરે તે પહેલા વિદ્યાર્થીઓ બાઈક રેલીને રોકી યુવરાજસિંહને રિલીઝ કરવાના નારા લગાવ્યા હતા, જ્યાં થોડીવાર માટે યુવા મોરચા અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થતા રહી ગઈ હતી, ત્યારબાદ વિદ્યાર્થીઓ ત્યાંથી કલેકટર કચેરી આવી નારા લગાવ્યા હતા.

યુવરાજસિંહના સમર્થનમાં શુક્રવારે કર્ણીસેના પ્રદેશ શક્તિસિંહ ડાભી સહિતના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું. સાથે આમઆદમી, હિન્દૂ સંગઠન સહિતના સંગઠનો ભેગા મળી યુવરાજસિંહને રિલીઝ કરવાની માંગ કરી હતી. યુવરાજસિંહને રીલિઝ કરોના નારા સાથે 300 વિદ્યાર્થીઓ કચેરી આવી નારા લગાવ્યા હતા વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

 

પાલનપુર શુક્રવારે ભાજપ યુવા મોરચા દ્વારા બાઈક રેલીનો જે રૂટ નક્કી કરવામાં આવ્યો હતો. તે માર્ગમાં આદર્શ સ્કૂલ, મેવાડા હાઈસ્કૂ, કુંવરબા અને વિદ્યામંદિર જેવી મોટી સ્કૂલ આવેલી છે પરંતુ રેલીમાં ડીજેના સાઉન્ડથી પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ડિસ્ટર્બ થયા હતા.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!