પાલનપુર પોલીસે બાવરી ગેંગના 3 સખ્સોને 5 લાખની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા

- Advertisement -
Share

બનાસકાંઠા એલસીબી પોલીસે રાજસ્થાન સાચોરમાંથી પાંચ લાખથી વધુની ચીલઝડપ કરીને નાસતા ફરતા ઇસમોને ઝડપી પાડયા છે. એલસીબી પોલીસે પાલનપુર કોજી વિસ્તારમાં ફરતા શકમંદ ત્રણ ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને રાજસ્થાન સાચોર ખાતે પોલીસને જાણ કરવામાં આવી છે.

 

બનાસકાંઠા એલસીબી પોલીસ પાલનપુર પશ્ચિમ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે સાંચોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચિલઝડપના સીસીટીવી ફૂટેજમાં દેખાતા ઈસમો કોઝી વિસ્તારમાં શકમંદ હાલતમાં ફરે છે.

જે બાતમી હકીકત આધારે સદરે ઈસમોને પકડી પાડી (1)હીરા જલારામ બાવરી (2)અજયભાઈ અરજણભાઈ બાવરી (3) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક રહે તમામ તારાનગર બાવરી ડેરા પાલનપુર વાળાઓને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા જણાવેલ કે થોડા દિવસો પહેલા સાંચોર ખાતે સપના કલોથ સેન્ટર દુકાનમાંથી રોકડ રૂપિયાની ચીલઝડપ કરેલાની કબૂલાત કરેલી જે સાંચોર પોસ્ટે ગુના રજીસ્ટર નંબર આધારે ગુનો દાખલ થયેલ હોય જે ચોરીનો ભેદ ઉકેલી આગળની કાર્યવાહી માટે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન સોંપી સાંચોર પોસ્ટેને જાણ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!