ડીસામાં ડોક્ટર યુનિટ દ્વારા ઓ.પી.ડી ચાલુ રાખનાર ડોકટરોને બંગડીઓ આપી વિરોધ કરાયો

- Advertisement -
Share

સમગ્ર ગુજરાતમાં ડોક્ટરની અલગ અલગ 13 પડતર માંગણીઓને લઇને સમગ્ર ગુજરાતમાં ડોક્ટર યુનિટ દ્વારા સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યુ છે ત્યારે બનાસકાંઠાના ડીસા ખાતે ડોક્ટરોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ડીસા સિવિલમાં જે ડોક્ટરોએ આંદોલનમાં ભાગ ના લઇ કામ કરતા રહ્યા તેવા ડોક્ટરોને બંગડી આપી કામથી અળગા રહેવા માટે અપીલ કરાઇ હતી.

સમગ્ર ગુજરાતમાં ડોક્ટરો દ્વારા પણ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે ડોક્ટરોની કુલ 13 પડતર માંગણીને લઇને સમગ્ર ગુજરાત ભરમાં હડતાલ યોજવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી ડોક્ટરોની પડતર માંગણીને લઇને ડોક્ટર હડતાલ આપવામાં આવી રહી છે.

ત્યારે બનાસકાંઠામાં જિલ્લાના ડીસાની વાત કરવામાં આવે તો ડીસા તાલુકાના 23 ડોક્ટર પડતર માંગણીઓને લઈ હડતાળ પર છે. ત્યારે આજે ત્રીજા દિવસે ડીસા સીવલ ખાતે ડોક્ટરો યુનિયનમાં હોવા છતાં ઓ.પી.ડી ચાલુ રાખનાર સામે યુનિયનના ડોક્ટરોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. હડતાલ મામલે ડોક્ટર યુનીયનમાં જ બે ભાગ પડી જતાં આજે ડીસા સિવિલમાં ડોક્ટર દ્વારા ઓ.પી.ડી ચાલુ રાખનાર ડોક્ટરોને બંગડી આપી ડોક્ટર દ્વારા અનેક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને કામથી અળગા રહેવા માટે અપીલ કરાઈ હતી.

મુદ્દા…

1) જી.પી.એસી.સી પુર્વ કરેલી સેવા વિનિયમત કરવું
2) સમયસર બઢતી આપવામાં આવે
3) ત્રિજા ટિક્કૂનો લાભ બધાને આપવા
4) કૈન્દ્રીય સરકારના ધોરણ મૂજબ એન.પી.એ આપવામાં આવે
5) કોન્ટ્રેક્ટ બેસીસ ઉપર ડોક્ટરોની નવી ભરતી કરવાની જગ્યા કાયમી પોસ્ટીંગ આપવામાં આવે તે સહિત કુલ 13 પડતર માંગણીઓને લઈ ડોક્ટરો દ્વારા અનોખો વિરોધ નોંધાવી રહ્યા છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!