પાલનપુરના મલાણા તળાવ ભરવાની માંગને લઇને તા. 13 એપ્રિલે મહીલાઓની રેલી યોજાશે

- Advertisement -
Share

 

બનાસકાંઠા જીલ્લામાં પાણીનો કકળાટ શરૂ થઇ ગયો છે. ત્યારે પાલનપુરના મલાણા તળાવ ભરવાની માંગ સાથે ખેડૂતો છેલ્લા કેટલાંક મહીનાઓથી આંદોલન કરી રહ્યા છે.

 

 

તેમ છતાં પણ તેમની માંગ પૂરી ન થતાં હવે મહીલા ખેડૂતો સરકાર સામે બાંયો ચડાવી છે. જેને લઇ મંગળવારે રાત્રે મલાણામાં એક બેઠક યોજાઇ હતી. જેમાં તા. 13 એપ્રિલના મહીલા રેલીનું આયોજન કરાયું છે.

 

 

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના મડાણા તળાવની ભરવાની લઇને એક વખત ફરી આંદોલનના એંધાણ જોવા મળી રહ્યા છે. થોડા દિવસ અગાઉ મલાણા વિસ્તારના ખેડૂતો પાણી માટે પગપાળા રેલી યોજી હતી.

 

 

જો કે, સરકારના પેટનું પાણી ન હલતાં ફરી એકવાર હવે મહીલા ખેડૂતો ઉતરશે રોડ ઉપર દાતરડું અને માટલા લઇ જીલ્લા કલેક્ટર કચેરીએ પહોંચશે.

 

 

જો મલાણા તળાવ ભરવાની માંગ આગામી સમયમા નહીં સ્વીકારાય તો ખેડૂતોએ ચૂંટણી બહીષ્કારની ચિમકી ઉચ્ચારી હતી. મંગળવારે રાત્રે મલાણામાં એક બેઠક યોજાઇ હતી. જેમાં તા. 13 એપ્રિલના મહીલા રેલીનું આયોજન કરાયું છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!