જુનાડીસા ગામે પૂર્વ સરપંચ શાંતિલાલ બારોટનું અવસાન થતા આજે વેપારીઓએ સ્વયંભૂ 12થી 2 બંધ પાળ્યુ હતું. શાંતિલાલ બારોટને જુનાડીસા હિન્દુ – મુસ્લિમ એક થઈને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

હાલના કોરોના મહામારીના સમયને ધ્યાનમાં લઇ બ્રહ્મભટ્ટ પરિવારે સોશ્યિલ ડિસ્ટન્સ સાથે પૂર્વ સરપંચ શાંતિલાલ બારોટની અંતિમ ક્રિયા કરી. જુનાડીસાના પૂર્વ સરપંચ તેમજ જગડુશા નામથી ઓળખાતા શાંતિલાલ બ્રહ્મભટ્ટનું દુઃખદ અવસાન થતા જુનાડીસા ગામમાં શોકની લાગણી પ્રસરી હતી.
શાંતિલાલ બ્રહ્મભટ્ટ ઉર્ફે મફાકાકા જુનાડીસાના પૂર્વ સરપંચે લીધા પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા. શાંતિલાલ બ્રહ્મભટ્ટના પુત્ર દિલીપભાઈ, કિરીટભાઈ અને સુરેશભાઈ બ્રહ્મભટ્ટ ત્રણેય પુત્રોએ પોતાના પિતાને આજે આપી અંતિમ વિદાય. અંતિમયાત્રામાં હિંદુ-મુસ્લિમ એકતાનું પ્રતિક બતાવી જુનાડીસા ગામના લોકો રહ્યા હતા હાજર.
From – Banaskantha Update