પાલનપુરના વેડંચા ગ્રામ પંચાયતની પહેલ : રસોડા-બાથરૂમના ગંદા પાણીને ટ્રીટમેન્ટ કરી ખેતી માટે વપરાશ લાયક બનાવ્યું અને ભૂગર્ભ જળ રી-ચાર્જ કરવાનું બીડું ઝડપ્યું

- Advertisement -
Share

આ પ્લાાન્ટથી ઉત્પન્ન થતાં જૈવિક ખાતરથી ગ્રામ પંચાયતને મહીને રૂ. 50 હજાર સુધીની આવક થાય છે એ રીતે આ મોડલ આત્મનિર્ભર ગ્રામ પંચાયતનું શ્રેષ્ઠ મોડેલ

 

ભારત સરકારની ફલેગશીપ યોજના સ્વીચ્છપ ભારત મિશન (ગ્રામિણ) હેઠળ ગ્રામ્ય ક્ષેત્રે સ્વચ્છતા લાવવાના હેતુને સાચા અર્થમાં સાર્થક કરવા માટે ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપનની વિવિધ પ્રવૃતિઓ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
જેના માટે ડોર ટુ ડોર કલેકશન, પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ, ગ્રે-વોટર મેનેજમેન્ટ અને ફીકલ સ્લોજ મેનેજમેન્ટ વગેરેની વ્યવસ્થાને વ્યાાપક બનાવવાનો ગુજરાતમાં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ગ્રામ વિકાસ વિભાગના આવા નવિન પ્રયોગોના ભાગરૂપે બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના વેડંચા ગ્રામ પંચાયતે આ અંગે પહેલ કરીને 30 ટકા ઘરોમાંથી આવતાં ગ્રે-વોટર (બાથરૂમ અને

રસોડામાંથી આવતાં ગંદા પાણી) ને ટ્રીટમેન્ટ કરી ખેતી માટે વપરાશ લાયક બનાવવું અને ભૂગર્ભ જળ રી-ચાર્જ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેના માટે વેડંચા ગ્રામ પંચાયતે વાસ્મોનો ટેકનિકલ સપોર્ટ
મેળવીને બનાસકાંઠા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માર્ગદર્શન હેઠળ તેમના સહયોગથી રૂ. 5.55 લાખના ખર્ચે સરળ ટેકનોલોજીનો ઉપયોગ કરી વેડંચા ગામમાં ગ્રે-વોટર ટ્રીટમેન્ટર યુનિટ બનાવવામાં આવ્યો છે.

આ પ્લાન્ટ લગાવવા માટે વેડંચા ગ્રામ પંચાયત દ્વારા નાણાંપંચની ગ્રાન્ટમાંથી ખર્ચ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) હેઠળ લીક્વીડ વેસ્ટ મેનેજમેન્ટમ માટે ગ્રામ

 

પંચાયતને 5,000 સુધીની વસ્તીના ગામ માટે વ્યક્તિ દીઠ રૂ. 280/- અને 5,000 થી વધુ વસ્તી ધરાવતા ગામ માટે વ્યક્તિ દીઠ રૂ. 660/- ની ગ્રાન્ટ મળવાપાત્ર થાય છે.

 

દરેક ગ્રામ પંચાયત વેડંચા ગ્રામ પંચાયતની જેમ સરળતાથી લીકવીડ વેસ્ટન મેનેજમેન્ટન આધારીત ગ્રે-વોટર ટ્રીટમેન્ટ યુનિટ સ્થાાપીને તેનું સરળતાથી સંચાલન અને નિભાવણી કરી શકે છે.

 

આ અંગે બનાસકાંઠા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. આઇ. શેખે જણાવ્યું હતું કે, ‘પાલનપુર તાલુકાના વેડંચા ગામમાં વાસ્મોના ટેકનિકલ સપોર્ટ અને જીલ્લો ગ્રામ વિકાસ એજન્સીના

 

માર્ગદર્શનથી બનાવવામાં આવેલ ગ્રે-વોટર ટ્રીટમેન્ટે યુનિટની વિશેષતા એ છે કે, આ મોડલ સરળ ટેકનોલોજી ઉપર આધારીત છે. જેની સ્થાપના અને નિભાવણી સરળતાથી કરી શકાય છે.

 

આ મોડલમાં કોઇ જટીલ એન્જીનિયરીંગ કે ટેકનિકલીટી વગર સામાન્ય સિવિલ વર્ક અને મુનચારકોલ, ફટકડી અને ચુના જેવા રો-મટીરીયલનો ઉપયોગ કરીને ગંદા પાણીને ટ્રીટમેન્ટ કરીને ખેતી અને રી-ચાર્જ માટે ઉપયોગ કરી શકાય છે.

 

આ માટે નાણાંપંચની ગ્રાન્ટ ઉપરાંત વસ્તીના ધોરણે ગ્રામ પંચાયતને સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) હેઠળ મળવાપાત્ર ગ્રાન્ટમાંથી આવુ યુનિટ ગ્રામ પંચાયતો સરળતાથી બનાવી શકે છે.

 

વેડંચા ગામમાં બનાવવામાં આવેલ ગ્રે-વોટર ટ્રીટમેન્ટ યુનિટ માત્ર રૂ. 5.00 લાખમાં બન્યું છે. ગામની જરૂરીયાત અને પાણીની આવક પ્રમાણે યુનિટનો ખર્ચ મહતમ રૂ. 5.00 થી રૂ. 6.50 લાખ સુધીનો થાય છે.

 

વેડંચા ગામમાં બનાવવામાં આવેલ ગ્રે-વોટર ટ્રીટમેન્ટ યુનિટથી માત્ર ગ્રે-વોટર ટ્રીટમેન્ટ કરી પાણીને ખેતી અને રી-ચાર્જ માટે વપરાશ પાત્ર બનાવવામાં આવે છે એટલુ જ નહીં પરંતુ તેનાથી ઉત્પન્ન થતાં જૈવિક

 

ખાતરથી ગ્રામ પંચાયતને મહીને રૂ. 45,000/- થી રૂ. 50,000/- સુધીની આવક થાય છે. જેનાથી ગ્રામ પંચાયત સરળતાથી આ યુનિટની નિભાવણી કરી શકે છે અને એ રીતે આ મોડલ એક રીતે ગ્રામ પંચાયત માટે આત્મનિર્ભર સાબિત થયું છે.

 

આ મોડલની સફળતા જોઇને અન્ય જીલ્લાઓમાંથી ઘણા અધિકારીઓ, સરંપચો અને શૈક્ષણિક સંસ્થાઓ અભ્યાસ માટે વેડંચા ગામની મુલાકાત લઇ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી સાથે ચર્ચા-વિચારણા કરીને અન્ય જગ્યાએ આ મોડલ અમલી બનાવવા સફળ પ્રયાસો થયા છે.
માન. મંત્રી, ગ્રામ વિકાસ અને માન. કમિશ્નર-વ-અગ્રસચિવ, ગ્રામ વિકાસ, ગાંધીનગર દ્વારા આ મોડલનું સમગ્ર રાજ્યમાં અમલીકરણ કરવા માટે રાજ્યકક્ષાએ સમીક્ષા કરી અન્ય જીલ્લાઓને પણ તેનું અનુકરણ કરવા આહવાન કર્યું છે.’

 

આ અંગે વેડંચા ગ્રામ પંચાયતના સરપંચ બેચરભાઇ ભાટીયાએ જણાવ્યું હતું કે, ‘વેડંચા ગામમાં બનાવવામાં આવેલ ગ્રે-વોટર ટ્રીટમેન્ટ યુનિટની સફળતાથી પ્રભાવિત થઇ અનેક જીલ્લાના અધિકારીઓ-પદાધિકારીઓ અને નિષ્ણાંતો ગામની મુલાકાત લઇ રહ્યા છે.
જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સતત માર્ગદર્શનના કારણે ગામમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ)ના અન્ય કમ્પોનન્ટ જેમ કે, શોકપીટ, ડોર ટુ ડોર કલેકશન વિગેરે માટે પણ ગામમાં પહેલાં કરતાં વધુ ઉત્સાહ અને જાગૃતિ જોવા મળી રહી છે. જેનાથી અમારા ગામને મોડલ ગામ તરફ લઇ જવા પ્રેરણા મળે છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!