મુસાફરો માટે ST ડેપોમાં આવતાં સ્ક્રિનિંગ સાથે ટેસ્ટિંગ પરંતુ બસના ડ્રાઈવર, કન્ડક્ટર માસ્ક વગર જોવા મળ્યા

- Advertisement -
Share

સુરતમાં વધતા કોરોના સંક્રમણને કારણે વહિવટી તંત્રની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. સુરત બસ સ્ટેશનની મુલાકાત દિવ્ય ભાસ્કરની ટીમે લેતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતાં. સુરત બસ સ્ટેશનમાં કર્મચારીઓ માસ્ક વગર નજરે ચડ્યાં હતાં. સુરત બસ સ્ટેશન પર મુસાફરોની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે.મુસાફરો માટે સ્ક્રિનિંગ અને ટેસ્ટિંગ થઈ રહ્યાં છે.

 

 

 

તેવા સંજોગોમાં એસટીના ડ્રાઇવર અને કંડકટર માસ્ક વગર બેદરકાર થઈને લાપરવાહી દાખવી રહ્યાનું સામે આવ્યું છે.જો કે સમગ્ર લાપરવાહી મુદ્દે સુરત એસટી વિભાગના નિયામકે કહ્યું કે ગાઈડલાઈનની તમામને સૂચના અપાયેલી છે તેમ છતાં કોઈ લાપરવાહી કરતું દેખાશે તો પગલાં લેવામાં આવશે.

 

 

સુરત કોર્પોરેશન દ્વારા બસ સ્ટેશન ઉપર આવતા મુસાફરોનું સતત કોરોના સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. મુસાફરોના કોરોના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે, એસટી નિગમના કર્મચારીઓમાં કોરોનાને લઈને ગંભીરતા જોવા મળી નથી.

એસટી બસના ડ્રાઇવરો માસ્ક વગર જોવા મળ્યા હતા.મોટાભાગના કર્મચારીઓ યોગ્ય રીતે માસ્ક પહેર્યા નહોતા તો કેટલાક કર્મચારી માત્ર રૂમાલ બાંધીને ફરતાં દેખાયા હતાં.

 

 

દિવસ દરમિયાન એસટી વિભાગના ડ્રાઇવર અને કંડકટર સતત એક શહેરથી બીજા શહેર જતા હોય છે, તેમજ અનેક મુસાફરોના તેઓ સંપર્કમાં આવતા હોય છે. જે રીતે સુરત બસ સ્ટોપ ઉપર કોરોનાને લઈને ઉદાસીતા કર્મચારીઓમાં જોવા મળી રહી છે.

 

 

તે જોતા એવું લાગી રહ્યું છે કે, આ કર્મચારીઓ કોરોના સુપર સ્પ્રેડર બની શકે છે. એસટી વિભાગના થોડા પણ કર્મચારીઓ જો કોરોનાગ્રસ્ત થાય તો તેઓ કેટલા લોકોને કોરોના સંક્રમિત કરી શકે છે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

સુરત એસટી ડેપો નિયામક સંજય જોશીએ જણાવ્યું કે અમે અમારા કર્મચારીઓ પાસે કોરોનાની ગાઇડ લાઇનનો સખ્તાઇ પૂર્વક અમલ કરાવ્યો છે સરકારે કોરોના સંક્રમણ અને અંકુશમાં રાખવા માટે જે જે નિયમ જાહેર કર્યા છે તેને ધ્યાનમાં રાખીને અમારા તમામ સ્ટાફના કર્મચારીઓને સાવધ કર્યા છે છતાં પણ જો કર્મચારીઓની નિષ્ક્રિયતા દેખાશે તો અમે શિક્ષાત્મક પગલાં લઈશું.

 

From – Banaskantha Update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!