પાલનપુરમાંથી બે રાજસ્થાની શખ્સ 26 લાખના MD ડ્રગ્સ સાથે ઝડપાયા

Share

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સની હેરાફેરીના કિસ્સાઓમાં ખૂબ જ વધારો થયો છે જેને નાથવા માટે જિલ્લા પોલીસ પણ સક્રિય બનતા આજે પાલનપુરમાંથી બે પરપ્રાંતીય શખ્સોને મેફેડ્રોન(MD) સાથે ઝડપ્યા. પોલીસે 260 ગ્રામ ડ્રગ્સ સહિત કુલ 26.33 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

[google_ad]

પાલનપુરમાંથી પસાર થતી લક્ઝરી બસમાંથી બે રાજસ્થાની શખ્સો ડ્રગ્સની હેરાફેરી કરતા ઝડપાયા હતા. બનાસકાંઠા જિલ્લા એસ.ઓ.જી અને પાલનપુર શહેર પશ્ચિમ પોલીસને માહિતી મળતા જ ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન એરોમા સર્કલ પાસે અમદાવાદથી રાજસ્થાન તરફ જતી લક્ઝરી બસને થોભાવી તેમાં તલાસી લેતાં ડ્રગ્સના જથ્થા સાથે ગોરખારામ ખેંગારરામ જાટ રહે.બાસડાઉ તા.ચૌહટન જી.બાડમેર તથા જોગારામ ગુમનારામ જાટ રહે.ઇસરોલ તા.ચૌહટન જી.બાડમેર રાજસ્થાનવાળા રાજસ્થાની ઝડપાઈ ગયા હતા.

[google_ad]

પોલીસે પ્રાથમિક તપાસ કરતા આ બંને શખ્સો પાસેથી 260 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે 26.33 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે બંને શખ્સોની અટકાયત કરી છે તેમજ આ નેટવર્કમાં કેટલા લોકો સંકળાયેલા છે તે અંગે પણ વધુ તપાસ હાથ ધરી છે.

 

[google_ad]

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં જ આઠમી વખત ડ્રગ્સની હેરાફેરી ઝડપાઈ છે અઠવાડિયા અગાઉ ડીસામાંથી પણ મેફેડ્રોન, સ્મેક અને ગાંજાના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી હતી. ત્યારે દેશના યુવાધનને બરબાદ કરવા માટેના ચાલી રહેલા ડ્રગ્સ સડયંત્રને અટકાવવા માટે પોલીસ પણ કમર કસી રહી છે.

 

 

From – Banaskantha Update


Share