ડીસાના થેરવાડાનો જવાન 18 વર્ષની ફરજ પુરી કરી પરત ફરતા ગામલોકો દ્વારા સ્વાગત કરાયું

- Advertisement -
Share

ડીસા તાલુકાના થેરવાડા ગામનો જવાન ઇન્ડિયન આર્મીમાં પોતાની 18 વર્ષની ફરજ પુરી કરી આજે પોતાના માદરે વતન પરત ફરતા જવાનનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને દેશની સરહદ પર રક્ષા પૂરી કરી પોતાનો દીકરો પરત વતન ફરતા પરિવારમાં ખુશી જોવા મળી હતી.

ભારતની સરહદ પર જવાનો પરિવારથી દૂર રહીને દેશની રક્ષા કરી રહ્યા છે માં ભોમની રક્ષા કાજે આજે દેશના જવાનો ઠંડી ગરમી અને વરસાદમાં પણ પોતાની પરવા કર્યા વગર દેશની સરહદો પર ફરજ નિભાવી રહ્યા છે. 24 કલાક મોતને કફન બાંધી પ્રજા સુરક્ષિત રહે તે માટે જવાનો દેશની સરહદો પર સીના તાન ફરજ બજાવી રહ્યા છે.

ત્યારે ડીસા તાલુકાના થેરવાડા ગામના વતની ભરતભાઈ પુરાભાઈ ચૌધરી જેઓ છેલ્લા 18 વર્ષથી ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હતા તેઓની અઢાર વર્ષની દેશની રક્ષા કરવાની સમયમર્યાદા પૂર્ણ થતા આજે તેઓ પોતાના માદરે વતન પહોંચ્યા હતા.

18 વર્ષ બાદ ભરતભાઇ ચૌધરી પોતાના માદરે વતન પહોંચતા ગ્રામજનો દ્વારા તેમનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કંસારી ગામથી રેલી સ્વરૂપે ગ્રામજનો વાજતે ગાજતે તેમને પોતાના વતન થેરવાડા ગામ સુધી લઈ આવ્યા હતા. ત્યાં આખું ગામ ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી ભરતભાઇ ચૌધરી પોતાના વતન પરત દેશની ભક્તિમાં રંગાઈ હતું અને ઢોલ-નગારા સાથે આખું ગામ જવાના સ્વાગત માટે નાચી ઉઠ્યું હતું.

ત્યારે ચોક્કસથી કહી શકાય કે 18 વર્ષ બાદ ભારત માતાની રક્ષા કરી પોતાના વતન પરત ફરેલા ભરતભાઈ ચૌધરીના સ્વાગત માટે આખું ગામ જોડાયું હતું ખાસ કરીને અઢાર વર્ષની આપની રક્ષા પૂરી કરી પોતાના ઘરે પહોંચતાં તેમના પરિવારમાં પણ આનંદની લાગણી છવાઈ હતી પોતાનો દીકરો જ્યાં પોતાના પરિવારથી દૂર રહી દેશની રક્ષા કરતો હતો તેને લઇ ચૌધરી પરિવારમાં પણ ગર્વની લાગણી જોવા મળી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!