પાલનપુરમાં માલધારી સમાજ દ્વારા નવા કાયદા પરત ખેંચવા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

 

રખડતાં ઢોર મામલે થયેલા નવા વિધેયક મામલે માલધારી સમાજમાં આક્રોશ ભભૂક્યો છે. બનાસકાંઠા જીલ્લામાં માલધારી સમાજ દ્વારા સોમવારે જીલ્લા કલેક્ટરને નવા કાયદા પરત ખેંચવા આવેદનપત્ર આપ્યું હતું.

 

 

માલધારી સમાજની માંગ છે કે, નવા રખડતાં ઢોર વિધેયક મામલે અનેક ક્ષતિઓ છે. જેના કારણે માલધારી સમાજના લોકો હવે શહેરી વિસ્તારમાં ઢોર રાખી શકશે નહીં.

 

 

નવા વિધેયક સામે આગામી સમયમાં માલધારી સમાજ વધુ ઉગ્ર બનશે. માલધારી સમાજે ચિમકી ઉચ્ચારી છે કે, જો આ નવા કાયદાને પરત નહીં ખેંચવામાં આવે તો આગામી સમયમાં સત્તાધારી પક્ષે ચૂંટણીમાં પરિણામ ભોગવવું પડશે.

 

 

રાજ્યની સરકાર દ્વારા રખડતાં ઢોરો મામલે લેવાયેલા નિર્ણયને લઇ માલધારી સમાજમાં રોષ ભભૂક્યો છે. પાલનપુરમાં માલધારી સમાજના લોકોએ એકઠા થઇ સરકાર આ નિર્ણય પરત ખેંચે તેવી માંગને લઇ સોમવારે જીલ્લા કલેક્ટર આનંદ પટેલને આવેદનપત્ર આપ્યું હતું.

 

 

અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. ત્યારે અત્યારે તો કલેક્ટર કચેરીએ એકઠા થયેલા માલધારી સમાજે સરકાર વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો છે અને જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકાર નિર્ણય પરત ખેંચે તેવી માંગ કરી છે.

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!