પાલનપુરમાં નવી પેન્શન યોજનાના વિરોધ સાથે મહેસુલી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો

- Advertisement -
Share

 

પાલનપુરમાં જૂની પેન્શન યોજનાની માંગણી સાથે મહેસુલી કર્મચારીઓએ પણ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો. સરકાર દ્વારા 1 લી એપ્રિલ-2005 થી નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે.

 

 

જેના વિરોધમાં સરકારી કર્મચારીઓ દ્વારા શુક્રવારે રાજ્ય વ્યાપી વિરોધ પ્રદર્શન કરાયું હતું. ત્યારે પાલનપુરમાં મહેસુલી કર્મચારીઓએ પણ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો.

 

પાલનપુરમાં બનાસકાંઠા મહેસુલી કર્મચારી મહામંડળના કર્મચારીઓ પણ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.

 

જેમાં જીલ્લા મથક સહીત તાલુકા મથકો પર મહેસુલી કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!