કોરોના મહામારીને ગંભીરતાથી ના લેનારા લોકોને કોવિડ સેન્ટરમાં સેવા પર રાખવાના ગુજરાત હાઇકોર્ટના આદેશ સંદર્ભે ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટ પોહંચી. રાજ્ય સરકારે કોવિડ સેન્ટરમાં સેવા પર રાખવાના આદેશ સંદર્ભે અપીલ કરી છે. સોલિસિટર જનરલે આજે જ સુનાવણી કરવાની વિનંતી કરી છે.
ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને માસ્ક પહેરનાર, સોશ્યલ ડિસ્ટન્સ અને અન્ય નિયમોનું પાલન કરનાર લોકો માટે કોવિડ કેર સેન્ટરમાં નોન મેડિકલ સેવા માટે મોકલવાનો પરિપત્ર બહાર પાડવાનો હુકમ કર્યો હતો. હવે હાઇકોર્ટના આદેશ બાદ ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને માસ્ક ન પહેરનાર લોકોને 5 થી 15 દિવસ સુધી લોકલ કોવિડ સેન્ટરમાં 4 થી 6 કલાક સુધી સેવા કરવાની નિર્દેશ કર્યો હતો. આ મામલે વધુ સુનાવણી 4 ડિસેમ્બર રોજ હાથ ધરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જવાબ રજૂ કરતા રાજ્ય સરકારે જણાવ્યું હતું કે માસ્ક ન પહેરનાર વ્યક્તિને કોવિડ કેર સેન્ટરનો ચલણ આપ્યા બાદ તેનું અમલીકરણ કઈ રીતે કરવું એ મુદ્દે કોઈ નિણર્ય લઈ શક્યા નથી.
રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે માસ્ક ન પહેરનાર લોકોને ઝડપી કોવિડ કેર સેન્ટરનો ચલણ આપી શકાય પરંતુ એ વ્યક્તિ કોવિડ સેન્ટરમાં ગયો છે કે કેમ અને ક્યા ક્યા હોસ્પિટલમાં કે સેન્ટરમાં તેમને મોકલવા અને અમલવારી અંગે રાજ્ય સરકાર કોઈ નિર્ણય લઈ શકી નથી. માસ્ક ન પહેરનાર લોકોને કોવિડ કેર સેન્ટર મોકલવાના અમલીકરણ માટે વધારાના સ્ટાફની પણ જરૂર પડશે, જ્યારે વર્તમાન સમયમાં મોટાભાગના કર્મચારીઓ જુદી જુદી સેવામાં જોડાયેલા છે. અમે કડક પગલાં લઈ રહ્યાં છે આગામી સોમવાર સુધી સ્થિતિ સુધરશે તેવી આશા વ્યક્ત કરી હતી.