બનાસકાંઠામાં આજથી 102 કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા શરૂ : 84,582 વિદ્યાર્થીઓ CCTVની નજર હેઠળ આપશે પરિક્ષા

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં આજથી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ જેમાં કુલ 84,582 વિદ્યાર્થીઓ આજે સીસીટીવી કેમેરાની બાજનજર હેઠળ પરીક્ષામાં પ્રવેશ મેળવ્યો હતો આજથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષાઓને લય વહીવટી તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી હતી.

સમગ્ર ગુજરાતમાં આજથી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ છે કોરોનાવાયરસની મહામારી બાદ પ્રથમવાર આજે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ યોજાતા વિદ્યાર્થીઓમાં પણ એક આનંદનો માહોલ જોવા મળ્યો હતો ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે બનાસકાંઠા જિલ્લામાં પણ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષાઓ યોજાઇ હતી.

જેમાં સૌપ્રથમ ધોરણ 10ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાઓ આપવા માટે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા ધોરણ 10ના વિદ્યાર્થીઓ પ્રથમવાર બોર્ડની પરીક્ષાઓ આપતા હોવાથી વિદ્યાર્થીઓમાં પણ આનંદનો માહોલ જોવા મળ્યો હતો બોર્ડની પરીક્ષાઓને લઈ શાળાઓ બહાર મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકો પ્રથમવાર પરીક્ષા કેન્દ્ર પર પહોંચતા શુભકામનાઓ પાઠવી હતી.

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્રારા ઘો.10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાઓ આજથી શરૂ થઈ છે. જેમાં બનાસકાંઠા જિલ્લા શિક્ષણ વિભાગ દ્રારા આ બોર્ડની પરિક્ષાને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. જેમાં 14 તાલુકાના વિવિધ 102 કેન્દ્રની 275 બિલ્ડીંગમાં આજથી 12 એપ્રિલ દરમ્યાન પરીક્ષા લેવામાં આવનાર છે.

 

જેમાં ધો.10માં 53,960, ધો.12 સામાન્ય પ્રવાહમાં 26,242 અને ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 4,371 મળી કુલ 84,583 વિદ્યાર્થીઓ બોર્ડની વાર્ષિક પરીક્ષામાં ભાગ લીધો હતો. આજે ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચતા વિવિધ સંસ્થાઓ દ્વારા તેમને કુમકુમ તિલક તેમજ મોં મીઠું કરાવી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો.

ત્યારે ચોક્કસથી કહી શકાય કે આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષાઓને લઈ બનાસકાંઠા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં આજથી ધોરણ-10 અને 12ની ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષાઓ શરૂ થઇ છે આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

 

જોકે, પરીક્ષા દરમ્યાન કોઈ ગેરરીતી ન આચરાય અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થાય તે માટે સીસીટીવી કેમરા ન ધરાવતા આઠ બિલ્ડીંગમાં ટેબલેટ અને બાકીના બિલ્ડીંગમાં સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ પરિક્ષા લેવામાં આવશે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!