ડીસા કોલેજની ખેલાડી બેંગલોરમાં યોજાનાર ખેલો ઇન્ડીયા ટુર્નામેન્ટમાં પસંદગી થતાં ભાગ લેવા જશે

- Advertisement -
Share

 

ડીસા કોલેજ રમત-ગમત ક્ષેત્રે આગવી પ્રતિષ્ઠા ધરાવે છે. આ કોલેજના અનેક ખેલાડીઓ દેશના અલગ-અલગ રાજ્યોમાં રમતો રમવા જતાં હોય છે.

 

 

ત્યારે ડીસા કોલેજની ખેલાડી મૈત્રી ચાવડા ફેન્સીંગ રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વેસ્ટ ઝોન સ્પર્ધામાં વિજેતા થયા બાદ આગામી તા. 29 એપ્રિલથી તા. 04 મે સુધી બેંગલોરમાં યોજાનાર ખેલો ઇન્ડીયા ટુર્નામેન્ટમાં ભાગ લેવા જશે.

 

બનાસકાંઠા જીલ્લાના ડીસા કોલેજના અનેક ખેલાડીઓ દેશના અલગ-અલગ રાજ્યોમાં રમવા જતાં હોય છે. ત્યારે કોલેજની મૈત્રી ચાવડા ફેન્સીંગ રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વેસ્ટ ઝોન સ્પર્ધામાં વિજેતા થઇ હતી.

 

જેથી આગામી તા. 29 એપ્રિલથી તા. 04 મે દરમિયાન બેંગ્લોરમાં દેશભરની યુનિવર્સિટીઓ વચ્ચે યોજાનારી ખેલો ઇન્ડીયા સ્પર્ધામાં ભાગ લેવા જશે. જેને લઇ ડીસા કોલેજનું, યુનિવર્સિટીનું તથા બનાસકાંઠા જીલ્લાનું અને ગુજરાત રાજ્યનું ગૌરવ વધારશે.

 

મૈત્રી ચાવડાને ખેલો ઇન્ડીયા સ્પર્ધામાં સફળતા માટે તેના કોચ ડૉ. આર.ડી. ચૌધરી, યુનિવર્સિટી નિયામક ડૉ. ચિરાગ પટેલ, કોલેજના નિયામક સી.એસ. પટેલ, પ્રિન્સીપાલ દેસાઇ, ઓ.એસ. કે.એસ. ડામોર, કોલેજના કર્મચારીઓએ અને ટ્રસ્ટીઓએ અભિનંદન આપી શુભકામનાઓ પાઠવી હતી.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!