પાલનપુરમાં ઇનોવા કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એક યુવકનું મોત

- Advertisement -
Share

 

પાલનપુર એસબીપુરા પાટીયા નજીક સોમવારે ઇનોવા કાર અને દૂધના ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇનોવા કાર ઉપર દૂધનું ટેન્કર પલ્ટી ખાતાં ઇનોવા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

 

 

જ્યારે ઇનોવા કારમાં યુવક ફસાઇ જતાં મોતને ભેટ્યો હતો. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ અંગે પાલનપુર તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં માર્ગ અકસ્માતના બનાવો એક પછી એક સામે આવી રહ્યા છે. ત્યારે પાલનપુર નજીક સોમવારે અકસ્માત સર્જાતા એક યુવકનું મોત નિપજ્યું હતું.

 

 

પાલનપુર એસીબીપુરા પાટીયા નજીક ઇનોવા કાર અને દૂધના ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇનોવા કાર ઉપર દૂધનું ટેન્કર નં. GJ-24-V-4916 પલ્ટી ખાતાં ઇનોવા કારનો ભૂક્કો બોલી ગયો હતો.

 

જ્યારે રોડ પર દૂધનું ટેન્કર પલ્ટી ખાતાં રસ્તા ઉપર દૂધની રેલમછેલ થઇ હતી. આ ઘટનાના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

 

જ્યારે ઇનોવા કારમાં યુવક ફસાઇ જતાં મોતને ભેટ્યો હતો. જ્યારે સ્થાનિક લોકોએ પાલનપુર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

 

જ્યારે 108 વાન મારફતે ઘાયલ લોકોને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે મૃતકની લાશને પી.એમ. અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ અંગે પાલનપુર તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!