અમીરગઢના જેથી ગામ પાસે આવેલ ગંગાસાગર પાસેથી 15 ભેંસો ભરેલી ટ્રક ઝડપાઇ

- Advertisement -
Share

અમીરગઢ તાલુકાના જેથી ગામ પાસે આવેલ ગંગાસાગર પાસે જીવદયા પ્રેમીઓએ 15 જેટલી ભેંસો ભરેલ ટ્રક ઝડપી પાડી અમીરગઢ પોલીસને સોંપી અમીરગઢ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનની બોર્ડરે અડીને આવેલો જિલ્લો છે. જેથી અનેક વાર રાજસ્થાનથી પશુઓને કતલખાને મોકલવા માટે મોટા પ્રમાણમાં હેરાફેરી કરવામાં આવે છે. ત્યારે વધુ એક ભેંસો ભરેલી ટ્રક જીવદયા પ્રેમીઓએ ઝડપી પાડી છે.

અમરીગઢ તાલુકાના જેથી ગામ ખાતે રહેતા લાલજીભાઈ અમરતભાઈ દેસાઈ તેમજ તેમના મિત્રો આજે પાલનપુરથી જેથી ગામ તરફ પોતાની ગાડી લઈ જતા હતા તે દરમિયાન તેમની બાજુમાંથી એક ટ્રક નંબર GJ-24-V-9455ની પાછળ તાંડપત્રી બાંધેલી હોઈ જેથી શંકાસ્પદ જણાતા તેનો પીછો કરી જેથી ગામ પાસે આવેલ ગંગાસાગર પાસે ટ્રકને રોકાવી ટ્રકમાં ડ્રાઈવર અને કંડકટર બંને હાજર હતા અને ટ્રકમાં જોતા 15 જેટલી ભેંસોને ક્રુરતાપૂર્વક તેમની ચામડી ઘસાય તેવી રીતે ખીચોખીચ ભરેલી અને ઘાસ ચારો તેમજ પાણીની કોઈ વ્યવસ્થા ન કરેલી હતી.

જેથી ડ્રાઈવરને તેનું નામ પૂછતાં તેનું નામ નૌસાદ ઇલિયાસભાઈ સિપાહી રહે.વાધણા તા.સિદ્ધપુર તથા કંડકટર સકિલખાન જહાંગિરખાન પઠાણ રહે.વાધણા તા.સિદ્ધપુર વાળાઓને ભેંસો ક્યાંથી ભરેલ છે તે બાબતે પૂછતાં કોઈ સંતોષકારક જવાબ ન મળતા જે બાદ તાત્કાલિક અમીરગઢ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી પોલીસે ભેંસો ભરેલ ટ્રક અમીરગઢ પોલીસ સ્ટેશન મથકે લઈ ગયેલ જેમાં 15 ભેંસો જેની કુલ કિંમત 1,50,000 તેમજ ટ્રક નંબર GJ-24-V-9455 જેની કિંમત 5,00,000 આમ કુલ મુદ્દામાલ કિંમત 6,50,000 સહિત અમીરગઢ પોલીસે કબ્જે કરી નૌસાદ ઇલિયાસભાઈ સિપાહી રહે.વાધણા તા.સિદ્ધપુર વાળા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!