બનાસકાંઠાના ભાજપના આગેવાનના નામે સોશિયલ મીડીયામાં ખોટી પોસ્ટ વાયરલ કરતાં શખ્સ સામે ફરિયાદ નોંધાઇ

- Advertisement -
Share

 

બનાસકાંઠા ભાજપના જાણીતા યુવા અગ્રણી અને દાંતા તાલુકા ભાજપ પ્રભારી રમેશભાઇ પટેલના નામે એક અજાણ્યા શખ્સે ખોટી પોસ્ટ બનાવીને સોશિયલ મીડીયામાં વાયરલ કરતાં ચકચાર મચી ગઇ હતી.

 

 

આ અંગે રમેશભાઇ પટેલે સાયબર ક્રાઇમમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે અને કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. એ ટાંણે ભાજપની છબી ખરડાય એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

 

જેમાં બનાસકાંઠા ભાજપના જાણીતા યુવા અગ્રણી અને દાંતા તાલુકા ભાજપ પ્રભારી રમેશભાઇ પટેલ (આર.એમ. પટેલ) ના નામે સોશિયલ મીડીયા પર એક અજાણ્યા શખ્સે ખોટી પોસ્ટ બનાવીને વાયરલ કરી છે. આ બાબત રમેશભાઇ પટેલના ધ્યાને આવતાં તેમણે સાયબર ક્રાઇમમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

 

રમેશભાઇ પટેલ છેલ્લા કેટલાંય વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે અને તેમની અસંખ્ય સેવા પ્રવૃત્તિઓ બાબતે સૌ માહીતગાર છે.

 

ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે આવી ખોટી પોસ્ટ વાયરલ કરી રમેશભાઇ પટેલ અને ભાજપની છબી બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

 

આ અંગે રમેશભાઇ પટેલે બનાસકાંઠા જીલ્લા સાયબર ક્રાઇમમાં આ પોસ્ટ બનાવનાર અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!