વડગામ નજીક રોડ પર એક મોટી ઘટના બની હતી જ્યારે એક ચાલુ વાનમાં આગ લાગી હતી. છાપી તરફથી આવી રહેલી વાનમાં આગની જ્વાળાઓ ઝડપથી પ્રસરી જતાં રસ્તા પરના લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
સાક્ષીઓના જણાવ્યા અનુસાર, વાન ફરસાણથી ભરેલી હતી અને તે વડગામ તરફ જઈ રહી હતી ત્યારે આગ લાગી હતી. આગનું કારણ હાલમાં જાણી શકાયું નથી, પરંતુ એન્જિનના ડબ્બામાં આગ લાગી હોવાનું માનવામાં આવે છે.
ઘટનાની જાણ પાલનપુર ફાયર વિભાગને થતાં જ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે રવાના થઈ હતી. તેઓએ ઝડપથી પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લાવવામાં સફળ રહ્યા. આ ઘટનાને કારણે વડગામ-છાપી રોડ પર ટ્રાફિક સર્જાયું હતું.
From – Banaskantha Update