ડીસામાં સ્વચ્છતાની કામગીરી યોગ્ય રીતે ન થતાં નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફીસરને લેખિતમાં પત્રથી રજૂઆત કરાઇ

- Advertisement -
Share

 

ડીસામાં નગરપાલિકાની ડોર ટુ ડોર કચરાની ગાડી અનિયમિત અને અનિયમિત સમયે આવતી હોવાથી લોકો કચરો જાહેરમાં નાખી રહ્યા છે.

 

 

જેથી નગરપાલિકાની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના નગરપાલિકા સદસ્યે ડીસા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફીસરને લેખિતમાં પત્ર લખી રજૂઆત કરાઇ છે.

 

 

ડીસાને સુંદર રાખવા માટે ડોર ટુ ડોર કચરાનો નિકાલ કરવા માટે નગરપાલિકા દ્વારા કચરાની ગાડી દ્વારા કરવામાં આવે છે. જાહેર માર્ગો પર કચરા પેટીનું સ્ટેન્ડ બનાવાયુ છે.

 

 

પરંતુ કેટલા સમયથી નગરપાલિકાની કામગીરી નબળી અને ધીમી ગતિએ થઇ રહી છે. જ્યારે ડોર ટુ ડોર કચરાની ગાડી અનિયમિત દિવસે અને અનિયમિત સમયે આવતી હોવાના લીધે લોકો ન છૂટકે કચરો જાહેરમાં નાખી રહ્યા

 

 

હોવાના આક્ષેપ સાથે આપના સદસ્ય વિજયભાઇ દવે દ્વારા ડીસા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફીસરને લેખિતમાં પત્ર લખી રજૂઆત કરાઇ છે.

 

 

નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફીસર દ્વારા ડીસા શહેર સ્વચ્છ શહેર બને તેવા પ્રયત્નો કરે તેવી અપિલ કરાઇ છે. જ્યારે કચ્છી કોલોની વિસ્તારમાં પાણીના બોર વારંવાર બગડી જતો હોવાથી સ્થાનિક લોકોને પાણી વગર ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

 

 

જેથી તાત્કાલિક ધોરણે બોરનું કામકાજ શરૂ કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટીના નગરપાલિકાના સદસ્ય વિજયભાઇ દવે દ્વારા ડીસા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફીસરને લેખિતમાં પત્ર લખી રજૂઆત કરાઇ છે.

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!