ડીસાની બાળકીએ પોસ્ટકાર્ડ ઉપર વેક્સિનના સૂત્રો લખી જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ કર્યો

- Advertisement -
Share

100 જેટલાં સ્લોગન થતાં ચિત્રો દોરેલા કાર્ડ પોસ્ટ કર્યાં

ડીસા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની મહામારી દરમિયાન અનેક લોકોના મોત નિપજ્યા છે. ત્યારે હાલમાં કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન આપવાની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે લોકોમાં વેક્સિન અંગે જાગૃતિ આવે તેના માટે 9 વર્ષની ભક્તિ માધવાણીએ 100 જેટલાં પોસ્ટકાર્ડ ઉપર સ્લોગન થતાં ચિત્રો દોરી લોકો વેક્સિન ફરજીયાત લે અને કોરોનાના નિયમોનું પાલન કરે તે માટે આ અનોખો પ્રયાસ કર્યો છે.

 

 

ડીસા શહેરની નવજીવન સોસાયટીમાં રહેતાં મયુરભાઇ માધવાણીની 9 વર્ષની દીકરી ભક્તિ માધવાણીને નાનપણથી અભ્યાસની સાથે ચિત્રો પણ દોરે છે. ત્યારે ગઇકાલે નિવૃત્ત ચિત્ર શિક્ષક ચંદુભાઇ મોદી (એ.ટી.ડી.) ના માર્ગદર્શનથી ભક્તિ માધવાણીએ 100 જેટલાં પોસ્ટકાર્ડ ઉપર વેક્સિન ફરજીયાત લેવી અને કોરોનાના નિયમોનું પાલન કરવું તેવા વિવિધ સ્લોગન લખી અને ચિત્રો દોરી લોકોમાં જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ કર્યો છે અને આ તમામ પોસ્ટકાર્ડ શહેરની વિવિધ સોસાયટીના પ્રમુખ, જીલ્લા કલેક્ટર, ધારાસભ્ય અને શહેરના અગ્રણીઓને પોસ્ટ કર્યાં છે.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!