બનાસકાંઠામાં આજથી 625 તલાટીઓ હડતાલ પર રહેશે, સરકાર સામે બાયો ચડાવી

- Advertisement -
Share

બનાસકાંઠામાં 725 ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટીઓ તેમની પડતર માંગણીઓને લઈ આજે સરકાર સામે બાયો ચડાવી છે જિલ્લામાં 625 તલાટીઓ આજે હડતાલ પર રહેશે તલાટીઓ હડતાલ પર જતા 725 ગ્રામ પંચાયતમાં વહીવટી કામ ખોરવાશે.

 

બનાસકાંઠામાં આજે વધુ એક આંદોલન યોજવા જઈ રહ્યું છે બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા સમગ્ર તલાટીઓ આજે તેમની પડતર માંગણીઓને લઈ આજે સરકાર સામે વિરોધ નોંધાવી હડતાલ પર ઉતરશે તલાટી કમ મંત્રી દ્વારા અનેક વાર સરકારમાં તેમની પડતર માગણીઓને લઈ લેખીત તેમજ મૌખિક રજૂઆત કરી હતી તેમજ અનેક વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા.
પરંતુ તલાટીઓની પડતર માગણી સરકાર દ્વારા ન સ્વીકારાતા આજે તમામ તલાટીઓ હડતાલ પર ઉતરશે બનાસકાંઠા જિલ્લામાં 725 ગ્રામ પંચાયતમાં આજે 625 તલાટી કમ મંત્રીઓ આજે હડતાલ પર ઉતરશે તેમની પડતર માંગણીઓને લઈ આજે હડતાલ પર ઉતરવાથી વહીવટી કામ પણ આજે ખોરવાશે ખાસ કરીને જે પ્રમાણે આજે તલાટીઓ હડતાલ પર ઉતરી ગયા છે તેને લઈને ગામના ખેડૂતો તેમજ વિદ્યાર્થીઓને મોટી મુશ્કેલી સર્જાશે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!